Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી પર મુંબઈમાં ધારા 144 લાગૂ, પંડાલોમાં ભક્તોની એંટ્રી પર રોક

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (22:39 IST)
કોરોના વાયરસની બીજી લહેર હજુ ખતમ થઈ નથી. આ દરમિયાન તહેવારોની ઋતુ પણ શરૂ થવાની છે. આવામાં કોરોનાથી બચવુ મુશ્કેલ બની શકે છે. જેને ધ્યાનમાં રાખતા સમગ્ર મુંબઈમાં 10થી 19 સપ્ટેમ્બરની વચ્ચે સીઆરપીસીની ધારા 144 લાગૂ કરવામાં આવી છે.  ગુરૂવારે રજુ આદેશ મુજબ તહેવાર દરમિયાન આખા શહેરમાં પાંચ કે વધુ લોકોના એકત્ર થવા પર રોક રહેશે. 
 
ઈંડિયા ટુડેની રિપોર્ટ મુજબ અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે ગણેશ ચતુર્થી દરમિયાન ભક્તોને ભગવાનના મંડપમાં જવાની મંજૂરી નહી મળે. ગણેશ ચતુર્થી દરમિયાન ગણેશજીના સ્ટેજ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હોય છે. આ સાથે, એક આદેશ પણ રજુ કરવામાં આવ્યો છે કે મુંબઈમાં કોઈ મોટી સભાઓનુ આયોજન નહીં થાય.
 
રાજ્યના ગૃહ વિભાગ વતી કહેવામાં આવ્યું હતું કે પંડાલમાંથી માત્ર ઓનલાઈન દર્શનની જ મંજૂરી આપવામાં આવશે. અગાઉ, ગૃહ વિભાગે એક પરિપત્રમાં કહ્યું હતું કે તહેવાર દરમિયાન સામાજિક અંતરનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. નવા પરિપત્રમાં જણાવાયું છે કે લોકોને ગણેશ પંડાલોમાં આવવા દેવામાં આવશે નહીં.
 
મુંબઈમાં બુધવારે કોરોના વાયરસના સંક્રમણના 530 નવા કેસ સામે આવ્યા હતા. નાયબ પોલીસ કમિશનર એસ ચૈતન્ય તરફથી રજુ આદેશમાં ગૃહ વિભાગ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશોનો હવાલો આપવામાં આવ્યો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

માટલામાં રહેલું પાણી 24 કલાક રેફ્રિજરેટરની જેમ ઠંડુ રહેશે, આ 2 રીત ચોક્કસ અજમાવો

ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ સવારે ખાલી પેટે પી લો આ સૂકા પાંદડાની ચા, તે ઝડપથી શુગર ઘટી જશે

Korean food and drinks- આ કોરિયન ડ્રિંકસ ઉનાળાને ખાસ બનાવશે

શું તમને ઉનાળામાં ઠંડક અને તાકાત બંનેની જરૂર છે? આ છાશ એક પરફેક્ટ પસંદગી છે.

ઉનાળા માટે ઘરેલું ઉપાય! કયા રંગના માટલામાં ઠંડુ પાણી થશે, કાળું કે લાલ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

Harry Potter ફેમ એક્ટરના ઘરે આવી નાનકડી પરી, ફોટો સાથે બતાવ્યુ ક્યુટ નામ

બીયરની જેમ પોતાનુ યૂરિન પીતા હતા પરેશ રાવલ, અભિનેતાએ પોતે કર્યો ખુલાસો, ચોંકાવનારુ બતાવ્યુ કારણ

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

આગળનો લેખ
Show comments