Webdunia - Bharat's app for daily news and videos

Install App

કલકત્તા રેપ કેસ - આરજી કર રેપ-હત્યા મામલે મોટા સમાચાર, આરોપી સંજય રોય દોષી સાબિત, સોમવારે થશે સજાનુ એલાન

Webdunia
શનિવાર, 18 જાન્યુઆરી 2025 (14:47 IST)
કલકત્તાના ચર્ચિત આરજી કર રેપ હત્યા મામલ સાથે જોડાયેલ સમાચાર સામે આવ્યા છે. કોર્ટે આ મામલે આરોપી સંજય રૉયને દોષી સાબિત કર્યા છે. તેની સજાનુ એલાન સોમવારે થશે. સંજય રોયને BNS ના સેક્શન  64, 66 અને 103(1) ના હેઠળ દોષી સાબિત કર્યો છે. 
<

Additional District Judge Sealdah Court finds accused Sanjay Roy guilty in the RG Kar rape-murder case. The court says the quantum will be given on Monday.

Accused Sanjay says to the judge, "I have been falsely implicated. I have not done this. Those who have done so are being… https://t.co/OBMM51azZU

— ANI (@ANI) January 18, 2025 >
સંજયે ખુદને નિર્દોષ બતાવ્યો, જજે કહી આ વાત 
સંજય રોયે કોર્ટમાં ખુદને નિર્દોષ બતાવ્યો. જજે સંજયને કહ્યુ કે તમારા પર આરોપ લગાવ્યો છે કે 9 ઓગસ્ટના રોજ તમે આરજી કર માં આવ્યા અને તમે ડોક્ટર પર હુમલો કર્યો જેનાથી તેનુ મૃત્યુ થયુ અને તમે તેનુ યૌન ઉત્પીડન કર્યુ. આ બધા વિરુદ્ધ ધારા 64,66 અને ધારા 103(1) આપવામાં આવી છે. અપરાધ સિદ્ધ થઈ ગયો છે અને તમે દોષી સાબિત થયા છો. 
 
જજે  કહ્યું કે કલમ 64 નો અર્થ 10 વર્ષથી ઓછી નહીં અને કલમ 66 નો અર્થ 25 વર્ષ અથવા આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા છે. અને જે રીતે તમે પીડિતાનું ગળું દબાવ્યું, તે મુજબ તમને મૃત્યુદંડ અથવા કેદની સજા થઈ શકે છે. સોમવારે ક્વોન્ટમ માહિતી આપવામાં આવશે. મારું અવલોકન સીબીઆઈ દ્વારા આપવામાં આવેલા પુરાવા પરથી છે. આજે તમને જેલમાં મોકલવામાં આવે છે. આ અંગે સંજયે કહ્યું કે મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.
 
આરજી કર બળાત્કાર અને હત્યા કેસ શું છે?
9 ઓગસ્ટ, 2024 ના રોજ, હોસ્પિટલના કોન્ફરન્સ રૂમમાં 31 વર્ષીય મહિલા તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં, પાછળથી એવું બહાર આવ્યું કે ડૉક્ટર પર પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સામે ડોક્ટરોએ લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રાજ્યમાં આરોગ્ય સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી. આ કેસની સુનાવણી ૧૨ નવેમ્બરના રોજ બંધ રૂમમાં શરૂ થઈ હતી. કુલ ૫૦ સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી અને સુનાવણી ૯ જાન્યુઆરીએ પૂર્ણ થઈ. આ કેસમાં મુખ્ય આરોપી સંજય રોય હતો. 9 ઓગસ્ટના રોજ બનેલી ઘટના પછી તરત જ પોલીસે 10 ઓગસ્ટના રોજ સંજય રોયની ધરપકડ કરી હતી. પીડિતાના શરીર પાસે બ્લૂટૂથ ઇયરફોન મળી આવ્યો હતો, જેના કારણે પોલીસે સંજય રોયની ધરપકડ કરી હતી, કારણ કે તે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સેમિનાર હોલમાં ગળામાં ડિવાઇસ પહેરીને પ્રવેશતો જોવા મળ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

કોરિયન સ્ટ્રોબેરી દૂધ

Baby new Names in gujarati- હિન્દુ બાળકોના નામ

New Baby names Girls - બાળકોના સુંદર નામ

વધુ જુઓ..

નવીનતમ

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

Harry Potter ફેમ એક્ટરના ઘરે આવી નાનકડી પરી, ફોટો સાથે બતાવ્યુ ક્યુટ નામ

બીયરની જેમ પોતાનુ યૂરિન પીતા હતા પરેશ રાવલ, અભિનેતાએ પોતે કર્યો ખુલાસો, ચોંકાવનારુ બતાવ્યુ કારણ

આગળનો લેખ