Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓફ શોર ટ્રાફ અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

Webdunia
મંગળવાર, 26 જૂન 2018 (11:19 IST)
આગામી બે દિવસોમાં પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ગઇકાલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓના બનેલા વેધર વૉચ ગૃપની તાકીદની બેઠક પછી રાહત નિયામક અને અધિક સચિવ મનોજ આર. કોઠારીએ જણાવ્યું હતું કે, આ જિલ્લાઓમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સાબદું છે. અધિકારીઓ ફરજ પર તહેનાત છે. એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટૂકડીઓને આગોતરાં પગલાં તરીકે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કયાંય કોઇ મોટી દુર્ઘટનાના અહેવાલો નથી.

ગાંધીનગરમાં વેધર વૉચ ગૃપની બેઠકમાં ભારત સરકારના હવામાન વિભાગના અમદાવાદ ખાતેના નિયામક ડૉ. જયંત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાત પર અત્યારે ઓફસોર ટ્રાફ અને અપરએર સાયક્લોનિક સરક્યુલેશન એમ બે પ્રકારની સીસ્ટમ કાર્યરત છે. પરિણામે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ થઇ રહ્યો છે. આ વાતાવરણ ધીમે ધીમે પૂર્વીય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. એટલે આગામી ૨૪ કલાકમાં વડોદરાથી આગળ આણંદ, ખેડા, પંચમહાલ દાહોદ, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, અને સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે. 

જયંત સરકારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને કારણે દમણગંગા અને તાપી નદીમાં પાણીનો આવરો થશે. આગામી ૪૮ કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે. ૪૮ કલાક પછી વરસાદનું જોર ધીમું પડશે, એમ પણ ડૉ. જયંત સરકારે જણાવ્યું છે.

રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર સાબદું રાખ્યું છે. આગોતરાં પગલાં તરીકે એન.ડી.આર.એફ.ની એક ટીમ વલસાડ મોકલવામાં આવી છે. અન્ય ટીમોને ડાંગ, સુરત, છોટાઉદેપુર, ખેડા, અમદાવાદ, બગોદરા, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ગીર-સોમનાથ અને સુરેન્દ્રનગરમાં સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે. એસ.ડી.આર.એફ.ની ટૂકડીઓને પણ વાલીયા-ભરૂચ, સુરત, વડોદરામાં તહેનાત રાખવામાં આવી છે. આ ટીમો સ્થાનિક ફાયરબ્રિગેડ સાથે સંકલનમાં છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા, તેમણે પણ જરૂર પડે ત્યારે રાહત-બચાવ કામગીરીમાં તત્કાળ હાજર થવાની ખાતરી આપી હતી. 

< > ઓફ શોર ટ્રાફ  અને અપર એર સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના
 
ગાંધીનગર, આગામી બે દિવસોમાં પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ગઇકાલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓના બનેલા વેધર વૉચ ગૃપની તાકીદની બેઠક પછી રાહત નિયામક અને અધિક સચિવ મનોજ આર. કોઠારીએ જણાવ્યું હતું કે, આ જિલ્લાઓમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર સાબદું છે. અધિકારીઓ ફરજ પર તહેનાત છે. એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ની ટૂકડીઓને આગોતરાં પગલાં તરીકે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કયાંય કોઇ મોટી દુર્ઘટનાના અહેવાલો નથી.

ગાંધીનગરમાં વેધર વૉચ ગૃપની બેઠકમાં ભારત સરકારના હવામાન વિભાગના અમદાવાદ ખાતેના નિયામક ડૉ. જયંત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાત પર અત્યારે ઓફસોર ટ્રાફ અને અપરએર સાયક્લોનિક સરક્યુલેશન એમ બે પ્રકારની સીસ્ટમ કાર્યરત છે. પરિણામે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ થઇ રહ્યો છે. આ વાતાવરણ ધીમે ધીમે પૂર્વીય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. એટલે આગામી ૨૪ કલાકમાં વડોદરાથી આગળ આણંદ, ખેડા, પંચમહાલ દાહોદ, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, અને સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે. 

જયંત સરકારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને કારણે દમણગંગા અને તાપી નદીમાં પાણીનો આવરો થશે. આગામી ૪૮ કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે. ૪૮ કલાક પછી વરસાદનું જોર ધીમું પડશે, એમ પણ ડૉ. જયંત સરકારે જણાવ્યું છે.

રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર સાબદું રાખ્યું છે. આગોતરાં પગલાં તરીકે એન.ડી.આર.એફ.ની એક ટીમ વલસાડ મોકલવામાં આવી છે. અન્ય ટીમોને ડાંગ, સુરત, છોટાઉદેપુર, ખેડા, અમદાવાદ, બગોદરા, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ગીર-સોમનાથ અને સુરેન્દ્રનગરમાં સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે. એસ.ડી.આર.એફ.ની ટૂકડીઓને પણ વાલીયા-ભરૂચ, સુરત, વડોદરામાં તહેનાત રાખવામાં આવી છે. આ ટીમો સ્થાનિક ફાયરબ્રિગેડ સાથે સંકલનમાં છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા, તેમણે પણ જરૂર પડે ત્યારે રાહત-બચાવ કામગીરીમાં તત્કાળ હાજર થવાની ખાતરી આપી હતી. 
< >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

આગળનો લેખ
Show comments