Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM Surya Ghar: 1 કરોડ ઘરને 300 યૂનિટ પાવર ફ્રી, વડાપ્રધાન મોદીએ પીએમ સૂર્ય ઘર - મફત વીજળી યોજના લોંચિંગની કરી જાહેરાત

pm rooftop
, બુધવાર, 14 ફેબ્રુઆરી 2024 (11:19 IST)
pm rooftop
PM Surya Ghar - Muft Bijli Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના લોંચ કરવાનુ એલાન કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. ખુદ વડાપ્રધાને સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે 75,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે, જેના દ્વારા દર મહિને આ ઘરોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે.

 
રોજગારીની નવી તકો!
વડા પ્રધાને કહ્યું કે શહેરી સંસ્થાઓ અને પંચાયતોને પાયાના સ્તરે રૂફટોપ સોલર સિસ્ટમને લોકપ્રિય બનાવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ આ યોજના દ્વારા લોકોને તેમની આવક વધારવામાં મદદ મળશે, વીજળીના બિલમાં ઘટાડો થશે અને રોજગારીની નવી તકો પણ ઉભી થશે.
 
પીએમ મોદીની યુવાઓને અપીલ 
પ્રધાનમંત્રી મોદીએ સોલર પાવર વધારવા સાથે સતત વિકાસને પ્રોત્સાહન આપવાની અપીલ કરતા બધા પોતાના ઘર ધરાવતા ગ્રાહકોને ખાસ કરીને યુવાઓને પીએમ સૂર્ય ઘર - મફત વીજળી યોજનાને મજબૂત કરવાની અપીલ કરતા આ યોજનાનો લાભ લેવા માટે pmsuryaghar.gov.in પર આવેદન કરવાનુ કહ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Farmer Protest LIVE Updates: ખેડૂતો આજે હરિયાણામાં ઘૂસવાનો પ્રયાસ કરશે, પોલીસની કડક કાર્યવાહી કરવાની તૈયારી