6 જૂનનો દિવસ સિખ સમુહ માટે એક દુખદ દિવસ માનવામાં આવે છે. ભારતીય સેનાએ જૂન 1984ના રોજ અમૃતસરના સુવર્ણ મંદિર પરિસરમાં 'ઓપરેશન બ્લૂ સ્ટાર' પુર્ણ કર્યુ હતુ.
'ઓપરેશન બ્લૂ સ્ટાર' ની શરૂઆત 3 જૂન 1984ના રોજ થઈ. તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ ભારતીય સેનાને ખાલિસ્તાનના પ્રબળ સમર્થક જરનૈલ સિંહ ભિંડરવાલાનો ખાત્મો કરવાનો આદેશ આપ્યો હતો.
આ આદેશથી સિખની ભાવનાઓ દુભાઈ. કારણ કે જરનૈલ સિંહ ભિંડરાવાળા સિખોના સૌથી પવિત્ર સ્થાન સુવર્ણ મંદિરમાં પોતાના સમર્થકો સાથે છિપાયા હતા. ભિંડરાવાલા પર ગુરૂદ્વારમાં અનેક હથિયાર અને સશસ્ત્ર વિદ્રોહ કરવાનો આરોપ હતો.
જ્યારે 'ઓપરેશન બ્લૂ સ્ટાર'ની શરૂઆત કરવામાં આવી રહી હતી ત્યારે સેનાને સૂચના મળી હતી કે સુવર્ણ મંદિરની આસપાસ લગભગ 17 ઈમારતો પર ઉગ્રવાદીઓનો કબજો છે.
તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીનુ માનવુ હતુ કે ભિંડરાવાલા સૈન્ય કાર્યવાહી જોઈને આત્મસમર્પણ કે જલ્દી હથિયાર નાખી દેશે. પણ કાર્યવાહી સતત ત્રણ દિવસ સુધી ચાલી અને 6 જૂનના રોજ ભિંડરાવાલા સૈન્ય કાર્યવાહીમાં માર્યો ગયો. જ્યારબાદ પંજાબ સહિત સિખ બહુલ વિસ્તારમાં તનાવ ફેલાય ગયો.
'ઓપરેશન બ્લૂ સ્ટાર' સમાત્પ થવાના 4 મહિના પછી ઈન્દિરા ગાંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી. ઈન્દિરા ગાંધીની હત્યા તેમના સુરક્ષા કર્મચારીઓએ કરી જે ખુદ સિખ સમુદાયના હતા. આ સિખ ઈંદિરા ગાંધી દ્વારા હરમિંદર સાહિબ મતલબ સુવર્ણ મંદિરમાં સૈન્ય કાર્યવાહીથી નારાજ હતા. અને તેમણે આ કાર્યવાહીને તેમની ધાર્મિક આસ્થાનુ અપમાન સમજ્યુ.
ઈન્દિરા ગાંધીની હત્યા પછી સિખોને ખૂબ મોટી હિંસાનો સામનો કરવો પડ્યો. આખા દેશમાં સિખ વિરુદ્ધ હિંસા થઈ. લાખો સિખને પોતાના ઘરમાંથી બેઘર થવુ પડ્યુ.
આજે આ ઘટનાને 34 વર્ષ પૂરા થઈ ગયા છે. આ અવસર પર સુવર્ણ મંદિરમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.