Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સરકાર બનાવવાના દાવા સાથે ભાજપા વિપક્ષના પણ સંપર્કમાં.. બે બેઠકોમાં બની રણનીતિ

સરકાર બનાવવાના દાવા સાથે ભાજપા વિપક્ષના પણ સંપર્કમાં.. બે બેઠકોમાં બની રણનીતિ
નવી દિલ્હી. , મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (14:19 IST)
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપા વચ્ચે કાંટાની ટક્કરવાળા એક્ઝિટ પોલ પછી ભાજપામાં હલચલ વધી ગઈ છે. એક્ઝિટ પોલના તરત પછી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે પશ્ચિમ બંગાળનો પ્રવાસ રદ્દ કર્યો. 
 
બીજી બાજુ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ શનિવારે સાંજે બે કલાકના અંતરમાં પોતાના રહેઠાણ પર બે મુખ્ય બેઠકો બોલાવી. પહેલી બેઠક પાર્ટી પદાધિકારીઓની હતી. તેમા તેમણે કહ્યુ કે ગભરાવવાની જરૂર નથી. ભાજપા પ્રદેશમાં ચોથીવાર સરકાર બનાવશે. ત્યારબાદ તેમણે મુખ્ય નેતાઓ સાથે અલગ ચર્ચા કરી. 
 
તેમા આ વાત મુખ્યરીતે સામે આવી કે બહુમત ન આવવાની સ્થિતિમાં વિપક્ષ સાથે પણ સંપર્ક કરવામાં આવે. બીજી બાજુ ભાજપાના પ્રદેશાધ્યક્ષ રાકેશ સિંહે 
મીડિયાને પાર્ટીમાં અનુશાસનહીંતાના સવાલ પર કહ્યુ કે ભલે અનુશાસનહીતા બાબુલાલ ગૌર કરે કે કોઈ અન્ય પાર્ટી કોઈના પર પણ કાર્યવાહી કરવાથી પાછળ નહી હટે. 
 
મુખ્યમંત્રીનો દાવો - જનતાનો ફેડબેક લીધો છે. ચોથીવાર સરકાર બાનવીશુ. શિવરાજ ચૌહાણ શનિવારે પરિવાર સાથે દતિયા પહૉચ્યા. તેમણે પીતાંબરા શક્તિપીઠના દર્શન કર્યા. આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામો વિશે પૂછતા તેમણે પૂર્ણ બહુમતથી સરકાર બનાવવાનો દાવો કર્યો. શિવરાજે કહ્યુ, હુ દિવસ રાત જનતા વચ્ચે રહુ છુ. કોઈપણ મારથી મોટો સર્વેક્ષક નથી હોતી શકતો. હુ વિશ્વાસ સાથે કહી રહ્યો છુ કે ભાજપા સરકાર બનાવશે. 
 
કમલનાથનો પલટવાર - શિવરાજે હવે તો માની લે, વિદાયનુ મન બનાવી ચુકી છે. જનતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે પલટવાર કરતા કહ્યુ કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને હવે તો માની લેવુ જોઈએ કે જનતાથી મોટુ કોઈ હોતુ નથી. જનતાએ ભાજપાને વિદાય કરવાનુ મન બનાવી લીધુ છે.  શિવરાજ ભલે હાલ ખુદને સૌથી મોટા મનએ પણ 11 ડિસેમ્બરના રોજ તેમણે માનવુ પડશે કે જનતાથી મોટુ કોઈ નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live commentaryકોંગ્રેસ માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ફસાયો પેચ... છત્તીસગઢમાં કોંગ્રેસને બહુમત