Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'વિદેશમાં ગેરકાયદે રહેતા નાગરિકોને પરત લાવવાની પ્રક્રિયા નવી નથી'- રાજ્યસભામાં વિદેશમંત્રી એસ. જયશંકરનું નિવેદન

Jai shankar
, ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (17:53 IST)
વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં અમેરિકાથી ભારત ડિપૉર્ટ કરવામાં આવેલા ભારતીય નાગરિકો મામલે નિવેદન આપ્યું. તેમણે ડિપૉર્ટેશન પર સંયુક્ત રાષ્ટ્રની સંધિનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ એક લીગલ માઇગ્રેશનને ટેકો આપવા તથા અવૈધ માઇગ્રેશનને હતોત્સાહિત કરવા માટેની આ પ્રક્રિયા છે.
 
તેમણે કહ્યું, "અવૈધ અપ્રવાસી ત્યાં અમાનવીય હાલતમાં ફસાયેલા હતા. આ અવૈધ અપ્રવાસીઓને પરત લાવવાના જ હતા."
 
રાજ્યસભામાં નિવેદન આપતા એસ. જયશંકરે કહ્યું, "ગેરકાયદેસર વિદેશમાં રહેતા નાગરિકોને પરત લાવવા એ દરેક દેશનું દાયિત્વ છે."
 
તેમણે નિવેદન આપતા કહ્યું, " ડિપૉર્ટેશન પ્રક્રિયા નવી નથી. આ પહેલાં પણ થતી આવી છે."
 
આમ કહીને તેમણે વર્ષ 2009થી લઈને અત્યારસુધીના ડિપૉર્ટેશનના આંકડા આપ્યા.
 
તેમણે એમ પણ કહ્યું કે ફ્લાઇટ દરમિયાન ભારતીયો સાથે કોઈ દુર્વ્યવહાર ન થાય તે માટેની વાતચીત અમેરિકાના પ્રશાસન સાથે ચાલી રહી છે.
 
ફ્લાઇટ દરમિયાન ભારતીય નાગરિકોને જરૂરી એવું ભોજન, પાણી તથા ઇમર્જન્સી મેડિકલ સેવાઓ આપવામાં આવી 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

MP Mirage 2000 Fighter Aircraft Crash- મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, એરફોર્સનું ફાઈટર જેટ મિરાજ ક્રેશ થયું