Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીમાં અસામાજિક તત્વો માટે, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

Webdunia
શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (10:09 IST)
Navratri Action Plan- ગુજરતનો પારંપરિક શારદીય નવરાત્રિનો પર્વ શરૂ થશે ત્યારે આ તહેવારને લઇને પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં મહિલાઓ અને યુવતીઓની સલામતીને લઇ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. નવરાત્રીમાં અસામાજિક તત્વોની ખેર નથી. 
 
પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર
સમગ્ર કામગીરીની માહિતી આપતા મહિલા પોલીસના ACP હીમાલા જોષીએ જણાવ્યુ હતુ કે અમદાવાદમાં નવરાત્રી પહેલા મહિલા સુરક્ષા પર પોલીસએ એક્શન પ્લાન બનાવ્યો છે. આ નવરાત્રીમાં છેડતી કરનારા રોમિયોને ભારે પાઠ ભણાવવામં આવશે. ઉપરાંત યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને લઇ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે.
 
ખેલૈયાઓની સુરક્ષા માટે ઠેર-ઠેર CCTV કેમેરા લગાવવામાં આવશે
ગરબા સ્થળની આજુબાજુમાં સીસીટીવી લાગેલા છે કે કેમ તે ચેક કરવામાં આવશે. ચાર રસ્તા તેમજ જ્યાં અંધારુ વધારે હોય તેવા રસ્તાઓ પર પોલીસની ખાસ નજર રહેશે
 
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીપી હિમાલા જોશીએ જણાવ્યુ કે  ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા  મહિલા પોલીસની ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાં મહિલા પોલીસ ડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે
 
એસીપીએ વધુમાં જણાવ્યું કે, કોઇ પણ મહિલાને કોઈ વ્યક્તિ છેડતી કરતો હોય કે ગેરવર્તન કરે તો તેની યુવતીએ તાત્કાલિક જાણ કરવી જોઈએ. જેથી પોલીસ આ બાબતે યોગ્ય પગલા ભરી શકે. આ બાબતે અમે જાગૃતી ફેલાવી રહ્યા છે કોઈ તેમજ નવરાત્રી દરમ્યાન 181 પર કેટલા ફોન આવ્યા તેનું પણ મોનિટરીંગ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીમાં અસામાજિક માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

Googleનો મોટો નિર્ણય, આજથી બંધ થઈ જશે કરોડો યુઝર્સના Gmail એકાઉન્ટ

ગુજરાતના જાણીતા 10 તીર્થ સ્થળ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

આગળનો લેખ
Show comments