Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજયમાં વિધાનસભાની આગામી ચૂંટણીના પડઘમ

રાજયમાં વિધાનસભાની આગામી ચૂંટણીના પડઘમ
, સોમવાર, 16 ઑક્ટોબર 2017 (18:17 IST)
રાજયમાં વિધાનસભાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે. આજે ગુજરાત ગૌરવ સમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાટ ગામ ખાતે એક મંચ પરથી સંબોધન કરતા જોવા મળ્યા હતા . ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પ્રવચન પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજે તો વટ પાડ્યો તમે લોકોએ. મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરીને કહ્યું હતું કે, વિકાસવાદ જીતશે, વંશવાદ હારશે.
નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
- આજે તો વટ પાડ્યો તમે લોકોએ
- એ લોકો તમારી તાકાત જાણે છે કે કેમ? ખબર નથી. હું ભાજપના કાર્યકરોને ખરી રીતે જાણું છું
- તમે આપેલા આશીર્વાદ મારા માટે સૌભાગ્ય
- આટલો મોટો કેસરીયા મહાકુંભ મેં જોયો નથી
- હું પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને અભિનંદન આપું છું. તો દેશમાં ભાજપનું ધ્વજ લહેરાવવામાં સફળ રહ્યા છે
- ઉત્તર પ્રદેશની ચૂંટણીના મેન ઓફ ધી મેચ અમિત શાહ હતા
- આ વિજયયાત્રા તેમને હેરાન કરે છે. જે પાર્ટીએ લાંબા સમય સુધી દેશનું નેતૃત્વ કર્યું તે પાર્ટી એટલી નિમ્ન જઇ શકે એવું મેં વિચાર્યું નહોતું
- એ પાર્ટીના હાલતનું કારણ એ છે કે તેમણે સકારાત્ક વિચારવું છોડી દીધું છે
- ગુજરાતની ચૂંટણી આવતાં તેમને તાવ વધારે આવે છે
- સરદાર પટેલ સાથે આ પાર્ટીએ શું કર્યું? ઇતિહાસ સાક્ષી છે
- કોંગ્રેસે પહેલાં ગુજરાતવાળાની બલિ ચડાવી છે
- હું તો મુખ્યમંત્રી હતો. તમારી પાસે દેશની સલ્તનત હતી. મને જેલમાં મોકલવા ઘણા ષડયંત્ર ઘડ્યા હતા
- 40/50 વર્ષ નર્મદાનું કામ પૂરું થયું હોત તો ગુજરાત ક્યાં પહોંચ્યું હોત?
- અનેક લટકેલી યોજનાઓ મેં કાઢી, 12 લાખ કરોડના પ્રોજેક્ટ મેં ચાલુ કરાવ્યા
- મારી બહુ ઇચ્છા હતી કે કોંગ્રેસ વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની હિંમત કરે
- કોંગ્રેસમાં દમ નથી કે વિકાસના મુદ્દે ચૂંટણી લડવાનું ચેલેન્જ ઉપાડે
- જન સંઘ નાનું હતું ત્યારે ડરતા હતા હવે તો કાંપવું સ્વભાવિક છે
- કોંગ્રેસી પાર્ટી જમાનતી પાર્ટી છે અને અમને પ્રશ્ન પૂછે છે
- જે પાર્ટીના વડીલ ભ્રષ્ટાચાર મામલે જામીન લઇને બહાર છે તે પાર્ટી પ્રશ્ન પૂછે છે
- હું ફરી ચેતવણી આપું છું, આવો વિકાસના મુદ્દે ચૂંટણી લડો
- જીએસટીમાં બધી પોલિટિકલ પાર્ટીની સરકાર મળીને નિર્ણય કરે છે
- જીએસટીમાં કોંગ્રેસના લોકોને જુઠ્ઠાણા ચલાવવાનો અધિકાર નથી
- વેપારીઓનું સુખદુઃખ સમજવા પ્રયાસ કર્યો છે
- જીએસટી સરકારી માથાકુડમાંથી મુક્તિનો રસ્તો છે એટલે વેપારીઓને ગમે છે
- જીએસટી કાઉન્સિલમાં 3 મહિના પછી રિવ્યુ કરીને 10 દિવસ પહેલા સુધારા કરાયા
- દેશમાં જીએસટીમાં લાખો વેપારીઓ જોડાઈ રહ્યા છે
- વેપારીઓને વિશ્વાસ આપ્યો છે જૂના ચોપડાને જોવામાં નહીં આવે
- મેં વાંચ્યુ છે કે 8 નવેન્બરે કોંગ્રેસ બ્લેક ડે મનાવશે, અમે બ્લેક મનીમુક્ત દિવસ માનવીશું
- ગુજરાતની તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દઉં
- નોટબંધીના કારણે 3 લાખ કરોડનું કોઈ સરનામુ ન હતું, સરનામુ સરકારના હાથમાં લાગ્યું
- ફર્જી કંપનીઓ પકડાઈ, ભારત સરકારે 2.10 લાખ કંપનીઓ તાળા મારી દીધા
- સુજલામ-સુજલામે ઉત્તર ગુજરાતને બચાવ્યું
- ઉત્તર ગુજરાત 100 વર્ષ સુધી સુજલામ-સુજલામ તરસ્યું નહીં રહે
- 22 તારીખે નવા વર્ષમાં ફરી આવીશ. મારા ડ્રીમ પ્રોજેક્ટ માટે. એ પ્રોજેક્ટે મારા હૃદયને સ્પર્શી ગયું છે
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકિય પક્ષોની અંદરની વાત જાણવા જાસૂસો તૈયાર, ખણખોદિયા કાર્યકરો બાતમીદારની ભૂમિકામાં