Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેનેડામાં પંજાબી વિદ્યાર્થીનીની હત્યા, બસ સ્ટોપ પર ઉભેલી હરસિમરનના છાતીમાં વાગી ગોળી, બે કાર સવાર વચ્ચે ફાયરિંગ

harsimrat randhawa
, શનિવાર, 19 એપ્રિલ 2025 (12:55 IST)
હરસિમરત બે કાર સવારો વચ્ચે થયેલી ગોળીબારનો શિકાર બની. પોલીસે જણાવ્યુ કે હરસિમરન છાતીમાં ગોળી વાગ્યા પછી ઘટના સ્થળ પર પડી ગઈ હતી. તેને તત્કાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પણ દુર્ભાગ્યવશ તેનુ મોત થઈ ગયુ.  
 
કનાડામાં ઓટારિયોના હિમલટનમાં પંજાબી મૂળની 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી. વિદ્યાર્થીની મોહવાક કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. વિદ્યાર્થીનીની ઓળખ હરસિમરત રંઘાવાના રૂપમાં કરવામાં આવી છે. ઘટના એવા સમયે થઈ જ્યારે હરસિમરત એક બસ સ્ટોપ પર રાહ જોઈ રહી હતી. એક અજ્ઞાત કાળી મર્સિડિઝ કાર સવારે તેના પર ગોળીબારી કરી, જેનાથી તેનુ મોત થઈ ગયુ.  
 
સ્થાનિક પોલીસ મુજબ હરસિમરત બે કાર સવારોની વચ્ચે થયેલ ગોળીબારીનો શિકાર બની. પોલીસે જણાવ્યુ કે હરસિમરત છાતીમાં ગોળી વાગ્યા ઘટના સ્થળ પર પડી ગઈ હતી..  તેને તત્કાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. પણ દુર્ભાગ્યવશ તેનુ મોત થઈ ગયુ. પોલીસ હજુ આ મામલાની તપાસ કરી રહી છે અને આરોપીઓની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. એક ગોળી નજીકના એક ઘરની બારી પર પણ વાગી.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIDEO: દિલ્હીના મુસ્તફાબાદમાં 4 માળની ઇમારત ધરાશાયી, 6 લોકોના મોત, જુઓ ઇમારત ધરાશાયી થવાના CCTV