baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત સમાચારના ડિરેક્ટર સ્મૃતિબેન શાહનુ નિધન

smrutiben shah
અમદાવાદ. , શુક્રવાર, 18 એપ્રિલ 2025 (18:29 IST)
smrutiben shah_image Uni varta
ગુજરાત સમાચારની નિદેશક સ્મૃતિબેન શાહનુ નિધન થઈ ગયુ. તેમના અંતિમ સંસ્કાર શુક્રવારે અમદાવાદમાં કરવામાં આવ્યા. પારિવારિક સૂત્રોએ બતાવ્યુ કે ગુજરાતી દૈનિક ગુજરાત સમાચારના પ્રબંધ સંપાદક શ્રેયાંસભાઈ શાહની પત્ની શ્રીમતી સ્મૃતિબેન શાહે 82 ની વયે બીમારી અને વૃદ્ધાવસ્થાને કારણે ગુરૂવારે રાત્રે તેમન નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. તે પોતાની પાછળ બે પુત્ર નિર્મમ અને અમમ સહિત હસતો-રમતો  પરિવાર છોડી ગયા છે. 
 
શ્રીમતી શાહ ગુજરાત સમાચારની નિદેશક અને ગુજરાતી પત્રકારિતાના સંચાલક મંડળમાં તેમની અસાધારણ નિર્ણય લેવાની ક્ષમતા અને સંચાલન કૌશલને કારણે હંમેશા યાદ રહેશે. તેઓ ગુજરાત સમાચાર દૈનિકના વિવિધ સંસ્કરણોના સંચાલન કરતા હતા અને પત્રકારોની નવી પેઢીને માર્ગદર્શન આપવામાં તેમનુ યોગદાન ખૂબ મોટુ હતુ. તેઓ સતત ચાર દાયકા સુધી ગુજરાત સમાચારની લોકપ્રિય મહિલા સાપ્તાહિક પત્રિકા 'શ્રી' ના સંપાદક રહ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોરબીમા રાત્રે હુમલા દરમિયાન વફાદાર કૂતરાએ બચાવ્યો માલિકનો જીવ, જુઓ CCTV કેમેરામા કેદ Viral Video