Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનની વાત કાર્યક્રમના 37

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનની વાત કાર્યક્રમના 37
, રવિવાર, 29 ઑક્ટોબર 2017 (12:30 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનની વાત કાર્યક્રમના 37માં એપિસોડની શરૂઆત કરતાં છઠ પર્વના મહિમાના વખાણ કરતાં કહ્યું કે આ પર્વ પ્રકૃતિ સંરક્ષણનો પર્વ છે.
- આધુનિક ભારતનો પાયો રાખનાર સરદાર વલ્લભ પટેલની જયંતિ મનાવવાની વાત કરતા  એમણે કહ્યું કે એ જટિલ સમસ્યાનો વ્યાવહારિક ઉકેલ શોધવામાં મહાન હતા. એમના પ્રયત્નોના કારણે આધુનિક ભારતનું સ્વરૂપ સાકાર થઇ શક્યું.
- ધનતેરસના દિવસે દિલ્હીના એક સ્ટોરથી 1.2 કરોડની ખરીદીનો રેકોર્ડ થયો છે. આ ખાદી ફોર નેશનથી ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનનો સમય છે.
– સમાજ અને પરિવારે ખાનપાન અને દિનચર્યા પર ધ્યાન આપવાની જરૂર છે.
– 31 ઓક્ટોબરના રોજ ઈન્દિરા ગાંધી આ દુનિયા છોડીને ગયાં. સરદાર પટેલજીએ ભારતને એક સૂત્રમાં પરોવવાની બાગડોર સંભાળી હતી.
- એમાં છઠથી ઘાટોની સફાઇ કરે છે. આ ઊગતાં સૂરજ અને ડૂબતા સૂરજની વંદનાનો પર્વ છે.
- આપણે કેપ્ટન ગુરુવચન સિંહ સલારિયાને કેવી રીતે ભૂલી શકીએ. જેમણે કોન્ગોમાં પોતાનું બલિદાન આપ્યું.
- ભારતના 18 હજાર સૈનિકોએ યૂએન શાંતિ મિશનમાં ભાગ લીધો છે. અને હવે 7 હજાર જવાન યૂએન મિશનમાં ભાગ લઇ રહ્યા છે.
– દિવાળીના 6 દિવસ બાદ જેની ઉજવણી થાય છે તે છઠપૂજા આપણા દેશમાં સૌથી વધુ નિયમ અને નિષ્ઠા સાથે ઉજવવામાં આવતા તહેવારોમાંનો એક છે. તે પ્રકૃતિની ઉપાસના સાથે જોડાયેલો છે.
ગત વખતે પીએમ મોદીએ કાર્યક્રમની 36મી શ્રેણીમાં મન કી બાતમાં બે વીર મહિલાઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમના પતિ દેશ માટે આતંકીઓ સામે લડતા લડતા શહીદ થયા હતાં. આમ છતાં મહિલાઓ હિંમત ન હારી પરંતુ પતિના અધૂરા સપના પૂરા કરવા માટે સેનામાં લેફ્ટેનન્ટ તરીકે સામેલ થઈ.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર