Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર

Top 10 Gujarati News - આજના મુખ્ય 10 ગુજરાતી સમાચાર
, રવિવાર, 29 ઑક્ટોબર 2017 (09:26 IST)
ગર્ભપાત માટે મહિલાને પતિની મંજૂરીની જરૂર નથી
 
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે ગર્ભપાત માટે કોઈપણ મહિલાને પતિની સહમતિની જરૂર નથી. પત્નીથી અલગ થઈ ચૂકેલા એક પતિની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈપણ મહિલાને બાળકને જન્મ આપવાનો કે પછી ગર્ભપાત કરાવવાનો નિર્ણય લેવાનો અધિકાર છે. મહિલા માટે અે જરૂરી 
 
નથી કે ગર્ભપાતનો ફેંસલો પતિની સહમતિ બાદ જ લેવાય.
પતિ પોતાની અરજીમાં પૂર્વ પત્ની સાથે તેના માતા-પિતા, ભાઈ અને બે ડોક્ટરો પર પણ ગેરકાયદે ગર્ભપાતનો અાક્ષેપ કર્યો હતો. અરજીકર્તાઅે તેની સહમતિ વગર ગર્ભપાત કરાવવા પર વાંધો ઉઠાવ્યો હતો.
 
 
સુપ્રિમ કોર્ટના આદેશ બાદ શનિવારે ભસ્મઆરતી
 
સુપ્રિમ કોર્ટના આદેશ બાદ મહાકાલેશ્વર મંદિરમાં શનિવારે ભસ્મઆરતી અલગ રીતે કરવામાં આવી હતી. સવારે 4 વાગ્યે પૂજા પહેલા શિવલિંગને આખું કપડાંથી ઢાંકી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં અભિષેક કરતી વખતે ROનું પાણી પણ ચઢાવવામાં આવ્યું હતું.
 
રાહુલ ગાંધી 3 નવેમ્બરે સાંજે સુરતમાં એક જાહેર સભા
 
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા.1 નવેમ્બરથી શરૂ થતાં દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન વલસાડના નાના પોંઢા બાદ સુરતમાં એક જાહેર સભા યોજશે. પાટીદાર બહુલ વિસ્તાર એ.કે. રોડ રૂસ્તમબાગ નજીકના જળક્રાંતિ મેદાનમાં રાહુલ ગાંધી તા. ૩જીના રોજ જાહેર સભા યોજશે.
 
 
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 9 નવજાતનાં મોત,
ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં એક દિવસ દરમિયાન ગંભીર પ્રકારના ઈન્ફેક્શન (સેપ્ટીશિનિયા)ને કારણે 9 શિશુનાં મોત નીપજ્યાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યના જુદા-જુદા સ્થળેથી આ બાળકોને લાવવામાં આવ્યા હતા. I.C.U.માં 
એક સાથે 9 બાળકોના મોત થતાં તંત્ર સાબદુ થઇ ગયું છે.ચાર બાળકનો જન્મ સિવિલ હોસ્પિટલમાં થયો હતો. આ તમામ બાળકો ગંભીર બીમારીથી પીડાતા હતા.આ નવજાત શિશુઓ આવશ્યક હોય તે કરતાં ઓછું વજન ધરાવતા હતા. આ બાળકો પ્રિમેચ્યોર જન્મ્યા હોવાનું જાણવા મળે છે.સિવિલ હોસ્પિટલમાં 9 શિશુના મોત બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RO વાટરથી થશે મહાકાલનો અભિષેક - સુપ્રીમ કોર્ટ