Publish Date: Sun, 17 Nov 2024 (17:39 IST)
Updated Date: Sun, 17 Nov 2024 (16:42 IST)
Manipur Violence- મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. અહીંના ઇમ્ફાલમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના ખાનગી નિવાસસ્થાન પર ઉશ્કેરાયેલા ટોળાએ હુમલો કર્યાના એક દિવસ બાદ, મણિપુર પોલીસે 23 લોકોની ધરપકડ કરી છે.
આ ધરપકડો ઘણા ધારાસભ્યોના ઘરોમાં તોડફોડ અને આગચંપી બાદ કરવામાં આવી છે.
શનિવારે ઇમ્ફાલ ખીણના કેટલાક જિલ્લાઓમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી. અહેવાલો અનુસાર, આતંકવાદીઓ દ્વારા કથિત રીતે અપહરણ કરાયેલ જીરીબામમાં છ મૃતદેહો મળ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. તમને જણાવી દઈએ કે, ગુસ્સે ભરાયેલા ટોળાએ ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના ઘરોમાં આગ લગાવી દીધી હતી અને 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી હતી.