Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર - 41 વર્ષ પછી ઈતિહાસે કર્યુ પુનરાવર્તન, જાણો જ્યારે પાર્ટી તોડીને મુખ્યમંત્રી બન્યા હતા શરદ પવાર

Webdunia
શનિવાર, 23 નવેમ્બર 2019 (15:04 IST)
41 साल बाद इतिहास ने खुद को दोहराया? जानें, जब पार्टी तोड़कर मुख्यमंत्री बने थे शरद पवार
 
મહારાષ્ટ્રની રાજનીતિમાં શનિવારે સવારે એક એવો રાજકારણીય ભૂકંપ આવ્યો જેને આવનારા અનેક દશકો સુધી યાદ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી અને અજિત પવારના ઉપમુખ્યમંત્રી પદની શપથ લેતા જ સૂબામાં ચાલી રહેલ રાજનીતિક ગતિરોધનો અંત થઈ ગયો. પણ આ ઘટનાએ લગભગ 40 વર્ષ પહેલાની એક ઘટના યાદ અપાવી દીધી.  ઉલ્લેખનીય છે કે લગભગ 41 વર્ષ પહેલા  1978માં કંઈક આ જ રીતની પરિસ્થિતિમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વર્તમાન પ્રમુખ શરદ પવાર પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા. 
 
ઈમરજેંસીના ઠીક પછી 1977માં થયેલ લોકસભા ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસની ભુંડી હાર થઈ હ અતી. મહારાષ્ટ્રમાં પણ પાર્ટીને ઘણુ નુકશાન થયુ. જ્યારબાદ તત્કાલીન સીએમ શંકરરાવ ચૌહાણે રાજીનામુ આપી દીધુ અને વસંદદાદા પાટિલ મુખ્યમંત્રી બન્યા.  પછી એ જ વર્ષે કોંગ્રેસ 2 ભાગમાં વહેંચાઈ ગઈ જેમાથી એક જૂથ કોંગ્રેસ (યુ) માં શરદ પવારના રાજનિતિક ગુરૂ શંકરરાવ ચૌહાણ સામેલ થયા જ્યારે કે ઈન્દિરાના નેતૃત્વવાળા જૂથ કોંગ્રેસ (આઈ)એ જુદો રસ્તો અપનાવી લીધો. 
 
જનતા દળને રોકવા માટે થયા એક 
 
1978ની શરૂઆતમા સૂબામાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના બંને જૂથે એ જુદી જુદી ચૂંટણી લડી પણ કોઈપણ પાર્ટીને બહુમત મળ્યુ નહી. આ ચૂંટણીમાં કોંગ્રેસની પ્રતિદ્વંદી જનતા પાર્ટી સૌથી મોટા દળના રૂપમાં સામે આવી પણ તેમની પાસે સરકાર બનાવવા માટે પૂરતી સીટો નહોતી. આવામાં જનતા પાર્ટીને રોકવા માટે કોંગ્રેસે બંને જૂથ એકવાર ફરી સાથે થઈ ગયા અને વસંતદાદા પાટીલના નેતૃત્વમાં ગઠબંધનની સરકાર બનાવી. 
 
 
1978 હજુ વીતિયો પણ નહોતો કે મહારાષ્ટૃરની રાજનીતિમાં એક મોટો ભૂકંપ આવી ગયો. શરદ પવારે જુલાઈ 1978માં કોંગ્રેસ (યુ)પાર્ટીને તોડી નાખ્યુ અને જનતા પાર્ટી સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી લીધી.  આ રીતે લભગ 37 વર્ષ અને 7 મહિનાની વયમાં તેઓ મહારાષ્ટ્રના સૌથી યુવા રાષ્ટ્રપતિ બની ગયા.  જો કે પવાર ખુરશી પર ખૂબ વધુ સમય ન વીતાવી શકયા. અને સત્તામાં કમબેક કરતા જ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ પવારની સરકારને બરખાસ્ત કરી દીધી.  તેઓ પહેલીવાર 18 જુલાઈ 1978થી લઈને 17 ફેબ્રુઆરી સુધી (એક વર્ષ 214 દિવસ ) જ મુખ્યમંત્રી રહી શક્યા. 
 
 
હવે ભત્રીજા અજીત પવારે જુદો રસ્તો પકડ્યો 
 
હવે અજિતપવારે પણ તેના કાકા અને ગુરુ શરદ પવારના નેતૃત્વ વાળી એનસીપીને તોડી છે અને બીજેપીની સાથે મળીને સરકાર બનાવી છે કહેવામાં આવી રહ્યું છે કે એનસીપીએ કુલ 54 ધારાસભ્યોમાંથી અજિતપવારની સાથે 35 ધારાસભ્ય છે. રાજકીય કોરિડોરમાં ચર્ચા આ વાતની પણ ગરમ છે શરદ પવારે તેના ભત્રીજાની સાથે મળીને પડદાની પાછળથી રમત રમી છે. પરંતુ શરદ પવારે ટ્વિટ કરીને કહ્યુ અજીત પવારનુ બીજેપીને સરકાર બનાવવા માટે સમર્થન આપવાનો નિર્ણય તેનો વ્યક્તિગત નિર્ણય છે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનો તેની સાથે કોઈ સંબંધ નથી.  અમે સત્તાવાર રીતે એ કહેવા માંગીએ છીએ કે અમે તેમના આ નિર્ણયનુ ન તો સમર્થન કરીએ છીએ કે ન તો મંજુરી આપી રહ્યા છે 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

મિત્રની સલાહ

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments