Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharashtra Mini Lockdown: આજથી મહારાષ્ટ્રમાં દિવસ દરમિયાન ધારા 144 અને રાત્રે કર્ફ્યુ લાગુ , જાણો શું રહેશે ખુલ્લું છે અને શું રહેશે બંધ

Webdunia
સોમવાર, 10 જાન્યુઆરી 2022 (15:24 IST)
મહારાષ્ટ્રમાં વધતા કોરોના સંક્રમણને જોતા રાજ્ય સરકરે નવી ગાઈડલાઈંસ (Maharashtra corona guidelines and restrictions) રજુ કરી છે. આ ગાઈડલાઈંસ મુજબ આજે (9 જાન્યુઆરી રવિવાર ) રાત્રે 12 વાગ્યાથી નવા કઠોર પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યા છે. રાત્રે 11 થી સવારે 5 વાત્યા સુધી નાઈટ કરફ્યુ લાગૂ કરવામાં આવ્યુ છે.  સવારે 5 થી રાત્રે 11  વાગ્યા સુધી ધારા 144 લાગૂ છે. એટલે દિવસમાં એક સાથે એક સ્થાન પર પાંચ કે તેનાથી વધુ લોકો  ભેગા થઈ શકતા નથી. 
 
 
શાળા-કોલેજ 15 ફેબ્રુઆરી સુધી બંધ, જીમ અને બ્યુટી પાર્લર હવે 50 ટકા ક્ષમતાથી શરૂ થયા
નવી માર્ગદર્શિકા અને કોરોના સંબંધિત કડક નિયંત્રણો હેઠળ શાળાઓ અને કોલેજો આજથી 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવી છે. શાળાની કચેરીઓ ખુલ્લી રાખવાની છૂટ છે. કામ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. મેદાનો, બગીચાઓ, પ્રવાસન સ્થળો, સ્વિમિંગ પુલ, સ્પા, વેલનેસ સેન્ટરને આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. કિલ્લાઓ, સંગ્રહાલયો, મનોરંજન ઉદ્યાનો પણ આગામી આદેશ સુધી બંધ રહેશે. ઉલ્લેખનીય છે  કે શનિવારે રાત્રે જિમ અને બ્યુટી પાર્લર સંપૂર્ણપણે બંધ રાખવા માટે ગાઈડલાઈન જારી કરવામાં આવી હતી. બાદમાં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો અને રવિવારે બપોરે જારી કરાયેલ સુધારેલી માર્ગદર્શિકા અનુસાર, જીમ અને બ્યુટી પાર્લરને 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આજથી મહારાષ્ટ્રમાં આ નવા પ્રતિબંધો
 
-  બગીચાઓ, મેદાનો, પ્રવાસન સ્થળો, સ્વિમિંગ પુલ, સ્પા, જીમ, વેલનેસ સેન્ટરને આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.
-  હેર કટિંગ સલૂન 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે.
-  કિલ્લાઓ, સંગ્રહાલયો, મનોરંજન ઉદ્યાનો પણ આગામી આદેશ સુધી બંધ રહેશે.
-  શનિવારે જિમ અને બ્યુટી પાર્લર સંપૂર્ણપણે બંધ રાખવા માટે ગાઈડલાઈન જારી કરવામાં આવી હતી, જેમાં હવે બદલાન કરાયો છે. સુધારેલી ગાઈડલાઈન અનુસાર, જિમ અને -  બ્યુટી પાર્લરને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
-  આવશ્યક સેવાઓ સિવાય રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લોકોની અવરજવરને મંજૂરી આપવામાં આવશે નહીં.
-  ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જરૂરી પ્રવૃત્તિઓ અને શિક્ષકોની વહીવટી પ્રવૃત્તિઓ સિવાય શાળાઓ અને કોલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.
-  કાર્યાલયનાં પ્રમુખોની લેખિત પરવાનગી વિના કોઈને પણ સરકારી કચેરીઓમાં કોઈને પણ પ્રવેશ આપનામાં આવશે નહીં.
-  લગ્ન અને સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અથવા રાજકીય કાર્યોમાં લોકોની મહત્તમ મર્યાદા 50 નક્કી કરવામાં આવી છે.
-  અંતિમ સંસ્કારમાં 20 થી વધુ લોકો સામેલ થઈ શકશે નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments