Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવતીકાલથી ટ્રેન શરૂ, શુ હશે ટિકિટનું ભાડુ અને ગાડીનો સમય, જાણો સ્પેશ્યલ ટ્રેન વિશેની દરેક માહિતી

Webdunia
સોમવાર, 11 મે 2020 (09:26 IST)
લોકડાઉનને કારણે દેશભરમાં ફસાયેલા લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વે આજથી ટ્રેનની ટિકિટનું બુકિંગ શરૂ કરશે. આવતીકાલે મંગળવારે રાજધાની દિલ્હીથી 15 સ્પેશિયલ ટ્રેનો દોડશે. સોમવારે સાંજે 4 વાગ્યે આ ટ્રેનો માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ કરવામાં આવશે. ઘરે જતા દરેક વ્યક્તિની થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે અને સંપૂર્ણ સ્વસ્થ હશે તેને જ  ઘરે જવાની મંજૂરી આપવામાં આવશે. ચાલો આ ટ્રેનની ટિકિટ બુકિંગ, રૂટ, ટાઇમ-ટેબલ અને ભાડા સંબંધિત બધી માહિતી વિશે સમજી લઈએ. 
 
ક્યા-ક્યા જશે ટ્રેન ? 
 
પહેલા દિવસએ  એટલે કે 12 મેના રોજ કુલ 15 સ્પેશિયલ ટ્રેનો રાજધાનીથી દોડશે. 15 ડેસ્ટિનેશન માટેના પ્રથમ તબક્કામાં નવી દિલ્હીથી ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેંટ્રલ, અમદાવાદ અને જમ્મુ તાવી સુધીની વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.
 
ટિકિટ ક્યારે અને કેવી રીતે મેળવવી? 
પ્રથમ તબક્કાની ટિકિટનું બુકિંગ સોમવારે સાંજે 4 વાગ્યાથી થશે. ટ્રેનોમાં ટિકિટ કાપવા માટે, ટિકિટને આઈઆરસીટીસી વેબસાઇટ અથવા તેની મોબાઇલ એપ્લિકેશન પર લોગઇન કરવાની રહેશે. રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે આ ટ્રેનો માટેની ટિકિટ ફક્ત આઇઆરસીટીસી વેબસાઇટ (https://www.irctc.co.in/) અથવા વ્યક્તિગત વપરાશકર્તાના મોબાઇલ વપરાશકર્તાના ખાતામાંથી જ બુક કરાવી શકાય છે. આ માટે એજન્ટ મારફતે ટિકિટ નહી કાપી શકાય. 
 
સ્પેશિયલ ટ્રેનનું ભાડુ કેટલું છે?
 
આ સ્પેશિયલ ટ્રેનોમાં રાજધાની જેટલું ભાડુ હશે. કારણ એ કે બધી ટ્રેનોમાં ફક્ત એસી કોચ લાગેલા રહેશે. આની સીધી અસર મુસાફરોના ખિસ્સા પર પડશે. લોકડાઉન દરમિયાન, કોઈપણ મુસાફરો જેને મુસાફરી કરવાની જરૂર હોય તેણે વધુ પૈસા ખર્ચ કરવા પડશે.
 
ઓછા પૈસે ઘરે કેવી રીતે જવું?
મજૂર, કામદારો અને અન્ય જરૂરિયાતમંદોને ચિંતા કરવાની જરૂર નથી. રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો પહેલાની જેમ ચાલુ રહેશે અને મજૂરો પાસેથી ભાડુ લીધા વગર તેમના મુકામ પર લઈ જશે. તત્કાલ અથવા પ્રીમિયમ તત્કાલ જેવી ટિકિટ તેમાં  નહીં હોય. મતલબ કે ટિકિટ સમયસર બુક કરવી પડશે. વધુ પૈસા આપીને તાત્કાલક ટિકિટ બુક કરાવવાને ભરોસે રહેશો નહી. 
 
ટ્રેન દરેક સ્ટોપ પર થોભે નહીં
 
વિશેષ ટ્રેનોમાં પેન્ટ્રી કારની સુવિધા નહીં હોય. તમારા સ્ટોપ સુધી જલ્દી પહોંચાડવા અને અવ્યવસ્થાથી બચવા માટે આ ટ્રેનો ફક્ત સીમિત સ્ટોપ પર જ રોકાશે. 
 
પ્લેટફોર્મ પર સ્ક્રીનીંગ પછી જ   એન્ટ્રી મળશે
ટ્રેન શરૂ કરવા સાથે રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે કોરોનાને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. રેલ્વેએ જણાવ્યું છે કે મુસાફરોને યાત્રા કરવા માસ્ક અને હેલ્થ ચેકઅપ  ફરજિયાત રહેશે, ફક્ત તે જ લોકોને ટ્રેનમાં ચઢવા દેવામાં આવશે જેમને વાયરસ સંક્રમણના કોઈ લક્ષણ નહીં હોય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments