Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એ PM મોદીને કહ્યા આતંકવાદી, પછી કરી ચોખવટ

kharge on pm
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને આતંકવાદી કહ્યા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે મોદી આતંકવાદી છે અને તેમની પાર્ટી સમાનતાના સિદ્ધાંતમાં માનતી નથી. ખડગેએ કહ્યું કે AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે અને પેરિયાર અને આંબેડકરના સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરી રહી છે.

 
 
જો કે પછી ખડગે એ સફાઈ આપતા જોવા મળ્યા. તેમણે કહ્યુ કે હુ આતંકવાદી નથી કહ્યુ, મે કહ્યુ કે તેઓ આતંકિત કરી રહ્યા છે.  
 
કોગ્રેસ અધ્યક્ષ ખડગેએ પછી કહ્યુ કે તેઓ આ સ્પષ્ટ કરવા માંગે છે કે તેઓ ધમકાવે છે. તેમણે કહ્યુ - હુ આ સ્પષ્ટ કરવા માંગતો હતો કે મોદી હંમેશા ધમકાવે છે. હુ તમને ક્રમ બતાવ્યો હતો IT, ED બધી સંસ્થાઓ તેમના હાથમાં છે. હુ ક્યારેય એ નથી કહ્યુ કે તેઓ એક આતંકવાદી છે . તેઓ લોકોને આતંકિત કરી રહ્યા છે.   
 
ખડગે એ BJP-AIADMK વચ્ચેના ગઠબંધન પર સવાલ ઉઠાવતા કહ્યુ, તેઓ બીજેપી સાથે કેવી રીતે ગઠબંધન કરી શકે છે. મોદી આતંકવાદી છે. જે બરાબરીના સિદ્ધાંતમાં વિશ્વાસ કરતા નથી, તેમની પાર્ટી સમતા અને ન્યાયમાં વિશ્વાસ કરતી નથી આ લોકો તેમની સાથે સામેલ થઈ રહ્યા છે. તેનો મતલબ છે કે તેઓ લોકતંત્રને કમજોર કરી રહ્યા છે. આ લોકો અન્નદુરઈ, આંબેડકર, કરૂણાનિધિના સિદ્ધાંતોને નુકશાન પહોચાડી રહ્યા છે.  
 
 તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર માટે પહોચેલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ ચેન્નઈમાં કહ્યુ કે મોદી અને શાહે પહેલા પણ ચૂંટેલી સરકારોને પાડવાની કોશિશ કરી છે. તમે જાણો છો, 11 વર્ષમાં તેમણે અનેક સરકાર પાડી. ધારાસભ્યોને ખરીદ્યા, રાજ્યસભા સાંસદોને ખરીદ્યા. આ લોકોએ ધનબળ અને મસલ પાવરનો ઉપયોગ કર્યો. તેમના હાથમા જે સંસ્થાઓ છે જેવી કે CBI, ED, IT બધી સંસ્થાઓનો તેઓ ખોટી રીતે પ્રયોગ કરી રહ્યા છે અને રાજનીતિક દળોના નેતાઓ પર છાપા મરાવી રહ્યા છે.  
 
ત્યારબાદ ખડગેએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી 
 
બીજેપીએ કરી તીખી આલોચના 
 
 કેંન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર આલોચના કરી છે. તેમણે કહ્યુ કે અમને શરમ આવે છે કે કોંગ્રેસ પાર્ટી આટલા નીચલા સ્તર પર પડી ગઈ છે.  એક લોકતાંત્રિક રૂપે ચૂંટાયેલા પ્રધાનમંત્રી જેમણે લોકોએ ચૂંટ્યા છે તેમને તેઓ આતંકવાદી કહી રહ્યા છે. હુ ખડગેના આ  નિવેદનની કડક શબ્દોમાં નિંદા કરુ છુ. હુ ભારતની જનતાના આ અપમાન માટે માફીની માંગ કરુ છુ.  તેમણે માત્ર પ્રધાનમંત્રીનુ જ અપમાન નથી કર્યુ પણ તેમણે 142 કરોડ ભારતવાસીઓ અને તમિલોનુ પણ અપમાન કર્યુ છે. તમિલનાડુની જનતા રાહુલ ગાંધી, ખડગે એ અને સ્ટૈલિનને ક્યારેય માફ નહી કરે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચૂંટણી પહેલાં આક્ષેપબાજી: હર્ષ સંઘવીએ AAP પર લગાવ્યો રૂપિયા વહેંચવાનો આરોપ, ગીર સોમનાથમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ