Pained beyond words on the dastardly attack on peaceful Amarnath Yatris in J&K. The attack deserves strongest condemnation from everyone.
— Narendra Modi (@narendramodi) July 10, 2017પ્રાથમિક માહિતી મુજબ, GJ09z9976 નંબરની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો તે બસ સાબરકાંઠા જિલ્લાના તલોદની હોવાનું સામે આવ્યું છે. પરંતુ સૂત્રો અનુસાર, વલસાડની ઓમ ટ્રાવેલ્સ બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો થયાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે.
કેવી રીતે થયો હુમલો?
માહિતી અનુસાર આ હુમલામાં આતંકવાદીઓ બાઈક પર આવ્યા હતા અને બસ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, આતંકવાદીઓએ રાત્રીના 8.20 વાગ્યે એક બસ પર ફાયરિંગ કર્યું હતું. આ બસ યાત્રાળુઓને બાલટાલથી મીર બજાર લઇ જઇ રહી હતી. આ હુમલામાં યાત્રિકોની બસને ટાર્ગેટ કરવામાં આવી હતી. જ્યારે બસ બાલતાલથી મીર બજાર તરફ જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકીઓએ અલગ-અલગ ત્રણ સ્થળો પર આતંકી હુમલો કર્યો છે. જેમાં યાત્રિકોની બસ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અમરનાથ યાત્રાની શરૂઆતની પ્રથમ ટીમ અમરનાથ યાત્રા પર છે. ત્યારે આ આતંકી હુમલો થયો