Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત અને ચીન, વચ્ચેની ટક્કર કેટલી ખતરનાક ?

Webdunia
બુધવાર, 19 જુલાઈ 2017 (17:20 IST)
ભારત અને ચીનમાં વધતા તનાવ વચ્ચે અનેક એવા સવાલ છે જે ભારતને ચિંતિત કરનારા છે. ચીન જે રીતે પોતાનો વિસ્તાર કરી રહ્યો છે તેના મુકાબલે ભારતની શુ તૈયારી છે ? આ વચ્ચે લોકસભામાં મુલાયામ સિંહે કહ્યુ કે ચીને ભારત પર હુમલાની તૈયારી કરી લીધી છે. 
 
જો ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થયુ તો અમેરિકા અને જાપાન કઈ હદ સુધી ભારતને મદદ કરશે ? જો અમેરિકાએ ભારતનો સાથ આપ્યો તો શુ બંને વચ્ચે યુદ્ધની શક્યત પરિણામ મૂળ રૂપે કંઈક બીજુ હશે ?
 
આ બધા સવાલોના પર ભારત જ નહી પણ ચીની મીડિયામં પણ ખૂબ માથાકૂટ ચાલી રહી છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે લખ્યુ છે કે ભારત સત્યને સ્વીકારી લે. ચીનનો વિસ્તાર ચારે બાજુ થઈ રહ્યો છે. આ વિસ્તારને અનેક મોરચા પર ચીન પરિણામ આપી રહ્યુ છે. ચીન ખુદના વિસ્તાર રોડ, રેલ, આર્થિક શક્તિ અને તકનીકી વિકાસના માધ્યમથી કરી રહ્યો છે. આ સાથે જ ભારતીય ઉપમહાદ્વીપમાં ચીન મોટી નૌસૈનિક શક્તિના રૂપમાં ઉભરી રહ્યુ  છે. 
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે લખ્યુ છે.. તેનાથી યૂરેશિયાની ભૂરાજનીતિક પરિસ્થિતિમાં ફેરફારને સ્પષ્ટ અનુભવી શકાય છે. ચીની તકાતને તાઈવાનના મામલે અમેરિકી પગલાથી પણ અનુભવી શકાય છે. ટ્રંપના આવ્યા છતા પણ અમેરિકા વન ચાઈના નીતિ વિરુદ્ધ જવાની સ્થિતિમાં નથી.  સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટે લખ્યુ છે 2008 પછી હિન્દ મહાસાગરમાં ચીની નૌસૈનિકોનો પ્રભાવ સતત વધી રહ્યો છે. હિન્દ મહાસાગરમાં પીપલ્સ લીબરેશ્સન આર્મીની હાજરી વધી છે. ભૂગોળના રાજનીતિક મહત્વ હંમેશાથી તકનીકી શક્તિઓથી નક્કી થાય છે. રેલ અને રાજમાર્ગ દ્વારા દુનિયાનુ અંતર ઓછી થયુ છે. સંપર્કના આ સાધનો દ્વારા પૂર્વી એશિયા 
અને દક્ષિણ એશિયની અંતર ઓછુ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને આ કામ ફક્ત ચીન કરી રહ્યુ છે. 
 
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યુ છે કે એક સમય હતો જ્યારે તાકત રોમ બર્લિન મોકો અને શિકાગો સુધી કેન્દ્રિત હતી. હવે આજની તારીખમાં ચીન રેલ લાઈન અને તકનીક દ્વારા પોતાના પગ ફેલાવી રહ્યુ છે. ચીનની ઝડપી ગતિવાળી રેલ અને રાજમાર્ગને અમેરિકી ટ્રંક રૂટ્સની તુલનામાં વધુ વિશાળ માનવામાં આવી રહી છે. એવી આશા કરવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ લોકો અને સમાઅનોની અવરજવર મ્યાંમારથી થઈને બંગાળની ખાડી અને પાકિસ્તાનના કરાચીથી ગ્રીસ અને તુર્કીના ઈસ્તાંબુલ સુધી શરૂ થઈ જશે. 
એસસીએમપીએ લખ્યુ છે તિબ્બતમાં પહેલીવાર શરૂ થયેલ રેલ સેવા ચીનના ઉત્તરી-પૂર્વી શીનિંગથી લ્હાસા માટે 2006માં ખોલવામાં આવી. ટૂંક સમયમાં જ આ રેલ સેવાને કાઠમાંડૂ સાથે જોડવાની યોજના છે અને જો ભારત તૈયાર થયુ તો આ લાઈનને ઉત્તર ભારત સુધી લાવવામાં આવશે.  એવુ કહેવાય રહ્યુ છે કે બાંગ્લાદેશમાં ઢાકા, ઈરાનમાં બંદર અબ્બાસ અને પૂર્વોત્તર ભારત પણ ટૂંક સમયમાં જ આ આધુનિક રેલ અને રોડ સેવામાં સામેલ થઈ જશે. 
 
ચીનના મૈરીટાઈમ સિલ્ક રોડ પરિયોજનાથી સમુદ્રીય વેપારમાં ક્રાંતિકારી ફેરફાર થવાના છે. જો કે તેની શરૂઆત 1960ના દસકામાં જ થઈ ગઈ હતી. હવે તેમા ચીની કંપનીઓ નવા બંદરોનું નિર્માણ કરી રહી છે.  આ કંપનીઓને ચીન નાણાકીય મદદ પુરી પાડી રહ્યુ છે. સિલ્ક રોડમાં નવી રેલ પરિયોજના અને રાજમાર્ગનો સમાવેશ છે. વેપાર રોકાણ ઈંડસ્ટ્રી જોન અને અનેક પ્રકારની સેવાઓ નવી રેલ રોડ અને બંદરોની સાથે આવશે. દક્ષિણ એશિયા અને હિન્દ મહાસાગરમાં ચીનની આર્થિક શક્તિ સ્પષ્ટ દેખાશે. 
 
એસસીએમપીએ લખ્યુ છે કે ચીન અનેક નવી પરિયોજનાઓ દ્વારા પોતાનો વિસ્તાર કરી રહ્યુ છે. ચાઈના હિન્દ મહાસાગર-આફ્રિકા-ભૂમધ્યસાગર બ્લૂ ઈકનોમિક એરિયા પર પણ કામ કરી રહ્યુ છે. જેને ચાઈના-ઈંડોચાઈના પ્રાયદ્વીપ આર્થિક કોરિડોર સાથે જોડવાની તૈયારી છે. આ પશ્ચિમ તરફથી દક્ષિણ ચીન સાગરથી હિન્દ મહાસાગરની તરફ વધી રહ્યો છે. આગળ જઈને તેને ચાઈના-પાકિસ્તાન કૉરિડોર અને બાંગ્લાદેશ-ચાઈના-ઈંડિયા-મ્યાંમાર ઈકનોમિક કૉરિડોર સાથે જોડવામાં આવશે. બીજા શબ્દોમાં કહી શકીએ કે સ્વેજ અને મલક્કાથી અરબની ખાડી અને ઈસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા એક થઈ જશે. 
 
રિપોર્ટ મુજબ ચીનની નજર અહી સુધી સીમિત નથી. મલક્કા ગ્વાદર ક્યાઉકપ્યુ કોલંબો અને શ્રીલંકામા હમમ્બાન્તોતાને પણ ચિહ્નિત કરવામાં આવ્યુ છે.  આ ઉપરાંત ઈથોપિયા સાથે જિબૂતી અને મોમ્બાસ્કાથી નૈરોબીને પણ જોડવાની તૈયારી છે. 
 
હિન્દ મહાસાગરમાં વન બેલ્ટ વન રોડને લઈને ચીની નૌસૈનિકોની હાજરી વધી રહી છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટની રિપોર્ટ મુજબ હિન્દ મહાસાગરમાં 1985માં પહેલીવાર ચીની યુદ્ધપોતોએ દસ્તક આપી હતી. ત્યારબાદ ચીની નૌસૈનિકોની ગતિવિધિ વધતી ગઈ. 
 
રિપોર્ટ મુજબ ચીનના ચારેબાજુના વિસ્તારથી ભારત ખુદને ઘેરાયેલુ અનુભવી રહ્યુ છે. ભારત તેને પોતાની પ્રાચીન સભ્યતાના પ્રભવો પર ચીનના અતિક્રમણના રૂપમાં દેખાય રહ્યુ છે. 
 
1947માં આઝાદી પછી ભારત રનનીતિક રૂપે રૂસના નિકટ રહ્યુ. જોકે 21વી સદીમાં ભારત અમેરિકાના નિકટ આવ્યુ પણ ચીન સાથે તેની ક્યારેય નિકટતા રહી નથી. 
 
ચીન અને પાકિસ્તાન વચ્ચે સામરિક સહયોગ કોઈનાથી છુપાયો નથી. ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કૉરિડોરથી પાકિસ્તાન પોતાની અર્થવ્યવસ્થાની કાયાપલટ કરવા માંગે છે.   જાહેર છે કે સીપીઈસી ચીન અને પાકિસ્તાનની મહત્વાકાંક્ષી પરિયોજના છે. ચીન અરુણાચલ પ્રદેશને તિબ્બતનો ભાગ બતાવે છે. આ સાથે જ ચીન ભૂતાનમાં ભારતની દખલગીરીનો આરોપ લગાવે છે. નેપાળ અને ચીન વચ્ચે વધતા સંબંધોને કારણે પણ ભારતની ચિંતા વધી છે. 
 
રિપોર્ટમાં કહેવાયુ છે કે ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારત જાપાન અને અમેરિકા સાથે સંબંધ વધારી રહ્યુ છે. 
 
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે લખ્યુ છે ભારત હાલ કમજોર સ્થિતિમાં છે. જાપાનની જેમ ભારત અમેરિકાથી સંરક્ષિત નથી. ભારત સામરિક સ્વાયત્તતા પર જોર આપી રહ્યુ છે અને આ સત્ય છેકે તે અમેરિકાથી સંરક્ષિત થવા માંગતો નથી. એ સ્પષ્ટ છે કે જો ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થયુ તો તેનો મતલબ એ નથી કે આ યુદ્ધ અમેરિકા સાથે થશે કારણ કે ભારત જાપાન નથી.. 
 
આ રિપોર્ટ મુજબ ભારત વિરુદ્ધ ચીની કાર્યવાહીમાં અમેરિકા કદાચ વાંધો ઉઠાવી શકે છે પણ મૌલિક રૂપથી તેનુ પરિણામ નહી બદલાય. ભારતીય આર્મીના આધુનિકરણની ગતિ ખૂબ ધીમી છે. સૈન્ય તાકતના મામલે ચીન ભારતના મુકાબલે ખૂબ આગળ છે.  ભારત પોતાના સૈનિકોના આધુનિકરણ જાપાન અને અમેરિકાની મદદથી કરી રહ્યુ છે. આવામાં એક એવી ધારણા બની રહી છે કે ચીન ભારતને પોતાની શ્રેષ્ઠતા ઓછી થતા પહેલા એક સબક શિખવાડવા માંગે છે. 
 
ગ્લોબલ ટાઈમ્સે લખ્યુ છે ભારતે આ વખતે ચીની સંપ્રભુતાનુ જોરદાર ઉલ્લંઘન કર્યુ છે. ચીનને આ મામલે પૂરી રીતે તૈયાર રહેવુ જોઈએ. નવી દિલ્હી ચીનના વધતા વિકાસથી ચિંતિત છે. સરહદ પર ભારતના ઉપસાઉ પગલાથી સ્પષ્ટ છે કે તે ચીનનુ ધ્યાન વિકાસથી ભટકાવવા માંગે છે. 

 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

IND Vs AUS 1st Test Day 4- પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત, ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું

ગુજરાત: આઈએએસ અધિકારી તરીકે ઓળખ આપી ઠગાઈ કરનારા આરોપીની ધરપકડ

આગળનો લેખ
Show comments