Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ICG: કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરે અરબી સમુદ્રમાં કર્યું ઈમરજન્સી લેન્ડિંગ, ક્રૂના ત્રણ સભ્યો ગુમ, એકને બચાવી લેવામાં આવ્યો

coast guard
, મંગળવાર, 3 સપ્ટેમ્બર 2024 (10:33 IST)
coast guard
ભારતીય કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરને અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર ચારમાંથી ત્રણ લોકો ગુમ થયાના અહેવાલ છે, જેમની શોધ ચાલી રહી છે. એક ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે.



ભારતીય કોસ્ટ ગાર્ડે એક નિવેદન રજુ કર્યું હતું કે તેનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે ભારતીય ધ્વજવાળા મોટર ટેન્કર હરિ લીલામાં સવાર ચાલક દળના એક ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરને મદદ પૂરી પાડવા માટે દરિયામાં ઉતારવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાથી લગભગ 45 કિલોમીટર દૂર કરવામાં આવી હતી. કોસ્ટ ગાર્ડે કહ્યું કે આ કાર્યવાહી મોટર ટેન્કરના માલિક હરિ લીલાની વિનંતી પર કરવામાં આવી છે. કોસ્ટ ગાર્ડના ક્રૂમાં ચાર લોકો સવાર હતા. અહેવાલ મુજબ ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટરને અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kevda Trij vrat katha- કેવડા ત્રીજ પૂજા વિધિ અને કથા