Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક નહી પણ 4 છોકરાઓ સાથે ભાગી યુવતી, નક્કી ન કરી શકી કોણી જોડે કરવા લગ્ન, લકી ડ્રો થી પસંદ કર્યો પતિ

Webdunia
મંગળવાર, 5 એપ્રિલ 2022 (18:25 IST)
યુપીના આંબેડકર નગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક છોકરી લગ્ન કરવા માટે ચાર છોકરાઓ સાથે ઘરેથી ભાગી ગઈ હતી. પણ પાછળથી તે મૂંઝવણમાં પડી ગઈ કે તેમાંથી કયો છોકરો તેણે પતિ તરીકે પસંદ કરવો. જો કે, બાદમાં છોકરી માટે ખૂબ જ અનોખી રીતે વરની પસંદગી કરવામાં આવી હતી અને આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીની મૂંઝવણ એટલી વધી ગઈ કે પંચાયત બેસી ગઈ. ત્યારબાદ ચિઠ્ઠી નાખીને નિર્ણય લેવાયો હતો. પાંચ દિવસ પહેલા યુવતી આ ચાર છોકરાઓ સાથે ઘરેથી ભાગી ગઈ હતી. છોકરાઓએ છોકરીને બે દિવસ સુધી પોતાના સગાવ્હાલાઓના ઘરમાં છુપાવી હતી પરંતુ તે પછી પકડાઈ ગયા હતા. 
 
છોકરીના પરિવારજનોએ છોકરાઓ વિરુદ્ધ કેસ કરવાની તૈયારી શરૂ કરી દીધી, આ દરમિયાન મામલો પંચાયતમાં ગયો. પંચાયતે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જ્યારે યુવતીને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યુ કે તે નક્કી કરી શકતી નથી કે કોને પોતાનો પતિ બનાવવો.
 
આ મામલો ત્યારે ફસાય ગયો જ્યારે યુવતીની સાથે ભાગી ગયેલા યુવકોમાંથી કોઈપણ  તેની સાથે લગ્ન કરવા તૈયાર નહોતું. મામલાનો કોઈ ઉકેલ ન આવતા પંચોએ ત્રણ દિવસ સુધી બંધ રૂમમાં ચર્ચા કરી કે હવે શું કરી શકાય. બહુ વિચાર-વિમર્શ પછી પંચાયતે નક્કી કર્યું કે હવે છોકરી સાથે લગ્ન કોની સાથે થશે, એ તો ચિઠ્ઠી નાખીને જ નક્કી કરી શકાશે.
 
આ પછી ચારેય યુવકોના નામની સ્લિપ મુકવામાં આવી હતી અને જે નામ બહાર આવ્યું હતું તેના પર સમાધાન કરવામાં આવ્યું હતું. પંચાયત દરમિયાન સ્લીપ પર ચાર યુવકોના નામ લખ્યા બાદ તેને બાઉલમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન પંચે એક નાના બાળકને કાપલી ઉપાડવાનું કહ્યું. બાળકે સ્લિપ ઉપાડી કે તરત જ ત્રણ દિવસથી ચાલી રહેલો વિવાદ ઉકેલાઈ ગયો અને યુવતીના લગ્ન એ જ યુવક સાથે નક્કી કરવામાં આવ્યા જેનું નામ કાપલીમાં હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કરાર આધારિત એનેસ્થેટીસ્ટ તબીબોને પ્રોત્સાહક રકમના ૫૦ ટકા પ્રતિ સર્જરી આપવામાં આવશે

ઠાણેના કપલે 1 લાખ રૂપિયામાં પોતાના 5 દિવસના પુત્રને વેચી દીધો, 6 લોકોની ધરપકડ

ભાજપના 'બંગાળ બંધ' સામે ટીએમસીના વિરોધપ્રદર્શન, મંગળવારે નબન્ના અભિયાન દરમિયાન થઈ હતી હિંસા

વલસાડમાં એક વ્યક્તિએ તેના મિત્રની 3 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યો, લોકોના હોબાળા બાદબંધનું એલાન અપાયું.

આ ફેરફારોમાં એલપીજી ગેંસ સિલેડરના ભાવને લઈને ક્રેડિટ કાર્ડના નિયમ સુધી શામેલ છે

આગળનો લેખ
Show comments