Webdunia - Bharat's app for daily news and videos

Install App

9માં ધોરણની વિદ્યાર્થીની સાથે 7 મહિનાથી થઈ રહ્યો હતો દુષ્કર્મ, પ્રિસિંપલ સહિત 18 લોકો વિરુદ્ધ ફરિયાદ

Webdunia
શનિવાર, 7 જુલાઈ 2018 (11:36 IST)
બિહારના છપરા જીલ્લાથી નવમાં ધોરણની વિદ્યાર્થીની સાથે સાત મહિનાથી ગેંગરેપ થવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ મામલે કુલ 18 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.  ધરપકડ કરવામાં આવેલ લોકોમાં શાળાના પ્રિસિપલ, એક ટીચર અને બે સગીર બાળકોનો સમાવેશ છે. 
 
પીડિતાના જણાવ્યા પ્રમાણે તેની સાથે ડિસેમ્બર મહિનાથી હેવાનિયતની કરી રહ્યાં હતા, પરંતુ પોલીસની પાસે તે શુક્રવારના રોજ જઈ શકી હતી. કારણ કે તેના પિતા થોડા મહિનાથી જેલમાં હતા. પીડિતાએ પોતાની એફઆઈઆરમાં 18 લોકોને આરોપી બનાવ્યા છે. ડિસેમ્બરમાં સ્કૂલના કેટલાંક વિદ્યાર્થીઓએ સ્કૂલના શૌચાલયમાં જ તેના પર સામૂહિક બળાત્કાર કર્યો અને વીડિયો બનાવી લીધો. પીડિતાને એ પણ ખબર નહોતી કે શૌચાલયમાં તેના પર કેટલાં છોકરાઓએ દુષ્કર્મ આચર્યું હતું. 
 
પીડિતાએ કહ્યું કે તેને આ ઘટનાની ફરિયાદ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કરી, પરંતુ પ્રિન્સિપાલ કાર્યવાહી કરવાના બદલે પોતે પણ બે શિક્ષકોની સાથે રેપ કરવા લાગ્યા. સારણ એસપી દરકે કિશોર રાયે કહ્યું કે પીડિતાએ 18 લોકોના નામ બતાવ્યા જેમાં 15 વિદ્યાર્થીઓ સામેલ છે. એસપી એ કહ્યું કે 14 આરોપી ભાગી ગયા છે, પરંતુ તેમને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે.
 
હાલ મેડિકલ તપાસ માટે છોકરીને સારણથી છપરા લાવામાં આવી. શનિવારના રોજ કોર્ટના નિવેદન આપવા હાજર કરાશે. સૂત્રોના મતે પીડિતાના પિતા થોડાંક દિવસ પહેલાં જ જામીન પર જેલમાંથી નીકળ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

Vladimir Putin: ઓફિસમાં બ્રેક દરમિયાન કરો સેક્સ, યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે પુતિનનુ ચોંકાવનારુ નિવેદન

પીએમ મોદીના જન્મદિવસ પર સીમા હૈદરે પણ કાપી કેક, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો

Atishi Marlena Net Worth: નથી ગાડી કે નથી બંગલો છતા છે કરોડપતિ દિલ્હીની સીએમ આતિશી, જાણો કેટલા શ્રીમંત છે

પીએમ નરેન્દ્ર મોદીના જનમદિવસના ભેંટની હરાજી થશે

આગળનો લેખ
Show comments