Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડા પ્રવાસે રવાના, Vibrant Gujarat Global Summit 2027 માટે કરશે રોડ શો

Gujarat CM bhupendra patel on LPG Crisis
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડી રાત્રે અમેરિકા જવા માટે રવાના થયા છે. વર્ષ 2002 બાદ સરકારી કામકાજ માટે અમેરિકાની સત્તાવાર મુલાકાતે જનારા તેઓ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. આગામી Vibrant Gujarat Global Summit 2027ને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીનો આ વિદેશ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ALSO READ: 7.7 ની તીવ્રતાના ભૂકંપ પછી ઇન્ડોનેશિયા ફરી ધ્રુજી ઉઠ્યું; અત્યાર સુધીમાં ૩૮ લોકોના મોત
 
મુખ્યમંત્રી સાથે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ અમેરિકા અને કેનેડાના પ્રવાસે ગયું છે. આ પ્રતિનિધિમંડળમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, અગ્ર સચિવ સંજીવ કુમાર, વિક્રાંત પાંડે તેમજ એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) એન. નટરાજન, મમતા વર્મા અને રાજીવ કુમાર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પ્રવાસ 17થી 24 ઓગસ્ટ દરમિયાન યોજાશે.
 
Vibrant Gujarat Summit 2027 માટે રોકાણકારોને આમંત્રણ
 
મુખ્યમંત્રીના આ પ્રવાસ દરમિયાન અમેરિકા અને કેનેડામાં વિવિધ અગ્રણી ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. આ બેઠકોમાં ગુજરાતમાં રોકાણની તકો અંગે ચર્ચા કરવામાં આવશે.
 
આ ઉપરાંત Vibrant Gujarat Global Summit 2027 માટે વિદેશી રોકાણકારોને આકર્ષવા રોડ શોનું આયોજન કરવામાં આવશે. ગુજરાતમાં રોકાણ માટેની તકો, રાજ્યની ઔદ્યોગિક નીતિઓ અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અંગે માહિતી આપીને ઉદ્યોગપતિઓને સમિટમાં ભાગ લેવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવવામાં આવશે.
 

હર્ષ સંઘવી સપ્ટેમ્બરમાં જાપાન અને યુરોપના પ્રવાસે જશે

 
ગુજરાત સરકાર દ્વારા વૈશ્વિક સ્તરે રોકાણ આકર્ષવા માટે વિદેશમાં સંપર્ક અને રોકાણ પ્રોત્સાહન અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આગામી સપ્ટેમ્બરમાં જાપાન અને યુરોપના પ્રવાસે જવાના છે.
 
આ સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં વધુને વધુ વિદેશી રોકાણ લાવવાનો અને Vibrant Gujarat Global Summit 2027ને વૈશ્વિક સ્તરે સફળ બનાવવાનો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

7.7 ની તીવ્રતાના ભૂકંપ પછી ઇન્ડોનેશિયા ફરી ધ્રુજી ઉઠ્યું; અત્યાર સુધીમાં ૩૮ લોકોના મોત