Publish Date: Fri, 25 Oct 2024 (11:28 IST)
Updated Date: Fri, 25 Oct 2024 (11:39 IST)
ઉત્તર પ્રદેશના અમરોહામાં એક શાળાની બસ પર બદમાશોએ ફાયરિંગ કર્યુ છે. જો કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયુ નથી. પણ બસ પર થયેલી ફાયરિંગને કારણે બાળકો ખૂબ જ ગભરાય ગયા છે. બાળકોના વાલીઓ માટે આ ચિંતાનો વિષય છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ બસ પર બે રાઉંડ ફાયરિંગ કર્યુ. તેઓ ડ્રાઈવરને નિશાન બનાવવા માંગતા હતા. આરોપીઓએ બસમાં ઈંટ પત્થર પણ ફેક્યા. જો કે તેઓ તેમના ઈરાદામાં સફળ રહી શક્યા નથી અને બાળકો સાથે ડ્રાઈવર પણ સુરક્ષિત છે.