Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉત્તરાખંડના ગર્જિયા દેવી મંદિરમાં ભીષણ આગ, બે ડઝનથી વધુ દુકાનો બળીને ખાખ

Fire in Garjia Devi Temple
, સોમવાર, 8 એપ્રિલ 2024 (18:32 IST)
Fire in Garjia Devi Temple-ઉત્તરાખંડના રામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ગર્જિયા દેવી મંદિરમાં સોમવારે આગ લાગી હતી. આ દરમિયાન મંદિરની નીચે આવેલી બે ડઝનથી વધુ દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. હાલ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માતને પગલે મંદિર પરિસરમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી.
 
ઉત્તરાખંડના રામનગર વિસ્તારમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગર્જિયા દેવી મંદિર પરિસરમાં સોમવારે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. કોઇ કંઇ સમજે ત્યાં સુધીમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આમાં બે ડઝનથી વધુ દુકાનો ધ્વસ્ત થઈ ગઈ છે. આગના કારણે શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. કોઈ જાનહાનિના અહેવાલ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Arunachal Pradesh Election 2024 Dates: અરુણાચલ પ્રદેશમાં કેટલા ચરણોમાં થશે ચૂંટણી, જુઓ લોકસભા અને વિધાનસભાનુ આખુ શેડ્યુલ