suvichar

વાવાઝોડાની શક્યતાને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે, અતિભારે વરસાદની આગાહી

Webdunia
મંગળવાર, 2 જૂન 2020 (12:41 IST)
અરબી સમુદ્રમાં ઉદભવી રહેલું નિસર્ગ વાવાઝોડું સિવિયર સાઇક્લોનમાં ફેરાવાની શક્યતા દેખાઇ રહી છે. ત્યારે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં 70થી 90 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવતા તંત્ર સાબદુ થઇ ગયું છે. સુરત જિલ્લામાં રહેતા લોકોને સંભવિત સંકટ સામેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરતથી 900 કિમી દુર અરબ સાગરમાં ઉદભવેલી ડિપ્રેશન સિસ્ટમ આગામી 24 કલાકમાં સાઇક્લોન સ્ટ્રોમ તરીકે વિકસિત થવાની સંભાવના રહેલી છે અને વાવઝોડું તા.2 જુનની રાત્રે દમણ અને મહારાષ્ટ્રના હરિહરેશ્વર રાયગઢ વચ્ચેથી પસાર થવાની શક્યતા રહેલી છે. જેની અસર દક્ષિણ ગુજરાત પર રહેશે તા.2 અને 3 જુને ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. સુરત જિલ્લામાં 3 જૂને સાંજે 70 કિમીથી લઇને 90 કિમીની ઝડપે પવન ફુંકાશે. માછીમારોને તા. 4 જુન સુધી દરિયો નહીં ખેડવા માટે સુચના આપવામાં આવી છે. સુરતમાં એક NDRF અને SDRFની એક એક ટીમ સુરતમાં તૈનાત કરી દીધી છે. વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇને જિલ્લા કલેકટરે દરિયો ખેડવા ગયેલા માછીમારોને પાછા બોલાવી લીધા છે. જ્યારે કોઇ માછીમાર હજુ હોય તો તેને પરત આવવાની સુચના આપવામાં આવી છે. તેમજ ડુમસ, સુવાલી, ડભારી દરિયા કાંઠે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને જિલ્લા કલેકટરે કાંઠા વિસ્તારમાં આવેલા 32 જેટલા ગામોને એલર્ડ કરી દીધા છે.જેમાં ઓલપાડના 21, ચોર્યાસીના 7 અને મજુરાના 4 ગામોનો સમાવેસ થાય છે. અને શેલ્ટર હોમની પુરી વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે સરસવનું તેલ અને મેથીનું દાણું એકસાથે ભેળવીને વાળમાં લગાવો તો શું થશે?

ભાત સાથે અદ્ભુત સ્વાદનો આનંદ માણો, શિયાળાની ખાસ વટાણાની કઢી બનાવો

Perfume Day 2026: એન્ટિ-વેલેન્ટાઈન વીક દરમિયાન પરફ્યુમ ડે કેમ આવે છે? તેની પાછળનો તર્ક જાણો.

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

ગુજરાતી જોક્સ - વાત કરી રહ્યા

આ વખતે હોળી પર મથુરા-વૃંદાવનની મુલાકાત લેવાનો પ્લાન બનાવો. જાણો કયા સ્થળોએ હોળી અદ્ભુત રીતે ઉજવવામાં આવે છે?

ગુજરાતી જોક્સ - સૂર્ય પર લેકચર

આગળનો લેખ
Show comments