Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિંગાપોરથી લઈને હોંગકોંગ સુધી ઝડપી બનેલ કોવિડ-19ની લહેર તીવ્ર, આ વર્ષે સૌથી વધુ કેસ નોંધાયા

Covid-19 New Wave
, શનિવાર, 17 મે 2025 (15:14 IST)
સાઉથ ઈસ્ટ એશિયાના કેટલાક ભાગોમાં કોવિડ-૧૯ ના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેમાં હોંગકોંગ અને સિંગાપોરમાં અચાનક ઉછાળો જોવા મળ્યો. ચીન અને થાઇલેન્ડમાં પણ કોવિડ ચેપના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં પહેલીવાર સિંગાપોરમાં 28 ટકાનો વધારો નોંધાયો છે. ૩ મે સુધીમાં, સિંગાપોરમાં 14,2૦૦ કેસ નોંધાયા હતા. કોરોનાના આ વધતા જતા કેસ એશિયાના ઘણા દેશોમાં ફેલાતા નવી લહેરનો એક ભાગ છે. આવી સ્થિતિમાં, તમારે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
 
બ્લૂમબર્ગે એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે એવું લાગે છે કે એશિયાના ઘણા વિસ્તારોમાં ફેલાતા કોરોનાના નવા કેસ કોવિડ-19 ની નવી લહેર સાથે સંબંધિત છે. ચીન અને થાઇલેન્ડમાં પણ કેસ વધી રહ્યા છે. ચીનમાં કોવિડ-19 ના કેસ ગયા ઉનાળાની ટોચ પર પહોંચવાના છે. જ્યારે એપ્રિલમાં યોજાયેલા સોંગક્રાન ફેસ્ટિવલ પછી થાઇલેન્ડમાં કેસોમાં વધારો જોવા મળ્યો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Virat Kohli વિરાટ કોહલીની 10મા ધોરણની માર્કશીટ વાયરલ, જુઓ વિરાટ કેટલો અભ્યાસી હતો