baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Virat Kohli વિરાટ કોહલીની 10મા ધોરણની માર્કશીટ વાયરલ, જુઓ વિરાટ કેટલો અભ્યાસી હતો

CBSE ધોરણ 10 નું પરિણામ
, શનિવાર, 17 મે 2025 (13:51 IST)
Virat Kohli- CBSE ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. આ વખતે પણ છોકરીઓએ છોકરાઓ કરતાં વધુ સારી રમત રમી છે અને આ વર્ષે પાસ થવાની ટકાવારી ૯૬.૩% રહી છે. આ દરમિયાન, દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીની 10મા ધોરણની માર્કશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વિરાટની માર્કશીટ IAS જિતિન યાદવે સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિરાટની વન-ડે મેચમાંથી નિવૃત્તિ તેના ચાહકો માટે મોટો આઘાત છે. આવી સ્થિતિમાં, હવે લોકો તેમના અંગત જીવન વિશે પણ જાણવા માંગે છે. ક્રિકેટરના રિપોર્ટ કાર્ડ સાથે એક ખાસ કેપ્શન પણ આપવામાં આવ્યું છે, જે તેના સંઘર્ષની વાર્તા દર્શાવે છે.
 
પોતાના બેટથી શાનદાર ઇનિંગ્સ રમનાર વિરાટ કોહલીએ નિવૃત્તિ લીધી છે, જેનાથી લાખો લોકોના દિલ તૂટી ગયા છે. ધોરણ ૧૦નું પરિણામ પણ આવી ગયું છે, આ દરમિયાન વિરાટની ધોરણ ૧૦ની માર્કશીટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
 
વિરાટે અંગ્રેજી, હિન્દી અને સામાજિક વિજ્ઞાનમાં સારા માર્ક્સ મેળવ્યા છે. જ્યારે ગણિત, વિજ્ઞાન અને મૂળભૂત આઇટીમાં ગુણ ઓછા આવ્યા છે. તેણે અંગ્રેજીમાં ૮૩ ગુણ ગ્રેડ A1, હિન્દીમાં ૭૫ ગુણ ગ્રેડ B1, સામાજિક વિજ્ઞાનમાં ૮૧ ગુણ ગ્રેડ A2, ગણિતમાં ૫૧ ગુણ ગ્રેડ C2 અને ITમાં ૭૪ ગુણ ગ્રેડ C2 મેળવ્યા છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કાર્બોસેલ ટનલનો પર્દાફાશ, ૧૧ કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા