Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Corona Omicron cases in India - ભારતમાં 24 કલાકમાં કોરોનાના કેસ 2,64,202 નવા કેસ નોંધાયા

Corona Omicron cases in India - ભારતમાં 24 કલાકમાં કોરોનાના કેસ 2,64,202 નવા કેસ નોંધાયા
, શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (09:27 IST)
દેશમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2.64 લાખ (2,64,202) થી વધુ કેસ નોંધાયા છે જે ગુરુવાર કરતા 6.7 ટકા વધુ છે. ગુરુવારે, 2.47 લાખ (2,47,417) કેસ નોંધાયા હતા. દેશમાં ચેપનો દર હવે વધીને 14.78% થઈ ગયો છે.
દેશમાં ઓમિક્રોનથી 5753 સંક્રમિત છે
દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિતોની સંખ્યા પણ વધી રહી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે કોરોનાના નવા પ્રકારથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 5753 થઈ ગઈ છે.

કોરોનાથી મૃત્યુઆંક પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. નવીનતમ માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 315 લોકોના મોત થયા છે. જેના કારણે કુલ મૃત્યુઆંક વધીને 4,85,350 થઈ ગયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Peak - ભારતમાં પીક ક્યારે આવશે?