ભારતમાં કોરોના સંક્રમણના 24,354 નવા કેસ નોંધાયા છે, જ્યારબાદ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 2.73 લાખ થઈ ગઈ છે. એક્ટ્વિ દર્દીઓનો આ આંકડો 197 દિવસમાં સૌથી ઓછો છે. આરોગ્ય મંત્રાલયે માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 25,455 લોકો આ સંક્રમણથી સાજા પણ થયા છે, જ્યારબાદ કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,30,68,599 થઈ ગઈ છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 2,73,889 છે, જે કુલ કેસોના 0.81 ટકા છે. દૈનિક પોઝીટીવિટી રેટ 1.70 ટકા છે, જે છેલ્લા 33 દિવસથી 3 ટકાથી ઓછો છે. જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 1.68 ટકા છે, જે 99 દિવસ માટે 3 ટકાથી નીચે રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાં 89.74 કરોડ કોરોના રસી ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં રિકવરી રેટ હવે 97.86 ટકા થઈ ગયો છે.