Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આપણે આપણી ટેવ બદલવી પડશે, પાણીની કમી વિકાસમાં અવરોધ ન બને, જલજીવન મિશન એપ લોંચ કરતા બોલ્યા મોદી

PM Modi Interacting with Gram Panchayats
, શનિવાર, 2 ઑક્ટોબર 2021 (12:33 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતીના અવસર પર જલ જીવન મિશન પર ગ્રામ પંચાયત અને પાણી સમિતિ/ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ (VWSC)સાથે વીડિયો કૉન્ફ્રેંસિગના માધ્યમથી વાતચીત કરી. પીએમ મોદીએ ગ્રામ પંચાયતો અને પાની સમિતિઓ સાથે વર્ચુઅલી સંવાદ કરી તેમને પાણી પ્રત્યે જાગૃત કરવાનો પણ પ્રહસ કર્યો. પીએમ મોદીએ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, ઉત્તરાખંડ, મણિપુર અને ગુજરાત પાંચ રાજ્યોમાં જળ જીવન મિશન (Jal Jeevan Mission) ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. પીએમ મોદીએ આ દરમિયાન જળ જીવન મિશનના ફાયદા બતાવ્યા અને લોકો પાસેથી આ જાણવાની કોશિશ કરી, જે જળ જીવન મિશન દ્વારા આ ફાયદો મળ્યો. 
 
આ દરમિયાન દેશને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે આજે 2 ઓક્ટોબરના રોજ, આપણે દેશના બે પુત્રોને યાદ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ બે મહાપુરુષોના મનમાં લોકોના કાર્યો સ્થાયી થઈ ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે જલ જીવન મિશનનો ઉદ્દેશ માત્ર લોકોને પાણી આપવાનો નથી, પરંતુ તે લોકોને જોડવાનું આંદોલન છે. તેમણે એમ પણ કહ્યું કે તે લોકભાગીદારી સાથે સંબંધિત છે. પીએમ મોદીએ કહ્યું કે જલજીવન મિશનને વધુ શક્તિશાળી અને પારદર્શક બનાવવા માટે એપ લોન્ચ કરવામાં આવ્યો છે, જે આ મિશનને લગતી તમામ માહિતી પૂરી પાડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહાત્મા ગાંધીજીની આત્મકથા અથવા સત્યના પ્રયોગો