કેન્દ્રીય માઘ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ નવેમ્બર 2021માં આગામી ટર્મ-1 (CBSE Term-1)પરીક્ષા માટે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓની ડેટશીટ રજુ કરી દીધી છે. સીબીએસઈ નવેમ્બર-ડીસેમ્બરમાં 10મા અને 12મા માટે પહેલીવાર બોર્ડ પરીક્ષા ઓફલાઈન આયોજીત કરાશે. બધા વિદ્યાર્થીઓ વેબસાઈટ cbse.gov.in પર જઈને ડેટ શીટ જોઈ શકે છે. આ વર્ષે CBSEએ ગયા વર્ષની જેમ એક વાર્ષિક પરીક્ષા પૈટરને બદલે બે બોર્ડ પરીક્ષાઓનુ આયોજન કરશે.
10માં અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ટર્મ-2 પરીક્ષાનુ આયોજન ફેબ્રુઆરી-માર્ચ 2022માં કરવામાં આવશે. આ પહેલા CBSEએ એક સર્કુલર રજુ કરતા કહ્યુ હતુ કે બંને ધોરણ માટે નવેમ્બર-ડીસેમ્બરમાં જ થશે. ટર્મ 1 પરીક્ષા ઓબ્જેક્ટિવ ટાઈપ હશે અને આ પરીક્ષાનો સમય 90 મિનિટનો રહેશે. શિયાળાની ઋતુ હોવાને કારણે પરીક્ષા સવારે 11.30 વાગ્યાથી શરૂ થશે. 10માની પરીક્ષાઓ 30 નવેમ્બરથી શરૂ થઈને 11 ડિસેમ્બરે પુરી થશે. જ્યારે કે 12માની પરીક્ષાઓ એક ડિસેમ્બરથી શરૂ થઈને 22 ડિસેમ્બર ખતમ થશે.
બંને ટર્મના પરિણામ બાદ અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે
એક વખત ટર્મ -1 ની પરીક્ષા પૂરી થયા બાદ માર્કશીટના રૂપમાં પરિણામ જાહેર કરવામાં આવશે. જો કે, પ્રથમ ટર્મ પછી, પાસ, કમ્પાર્ટમેન્ટ અને રિપીટ કેટેગરીમાં કોઈ વિદ્યાર્થીને મૂકવામાં આવશે નહીં. પ્રથમ અને બીજી ટર્મની પરીક્ષા બાદ અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે. તે જ સમયે, બોર્ડે ધોરણ 10 અને 12 ના સેમ્પલ પેપર અને ટર્મ -1 2021-22 પરીક્ષાઓ માટે માર્કિંગ સ્કીમ બહાર રજુ કરી છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાંં ભાગ લીધો છે તએઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbseacademic.nic.in પર જોઈ શકે છે.