Webdunia - Bharat's app for daily news and videos

Install App

CBSE Class 12 Exam Cancelled, હવે પરિણામ અને માર્કિંગ ફોર્મૂલા પર નજર, વાંચો 12માનુ પરિણામ અને કોલેજમાં એડમિશનને લઈને તમારા દરેક પ્રશ્નોના જવાબ

Webdunia
બુધવાર, 2 જૂન 2021 (11:59 IST)
ભારત સરકારે મંગળવારે બોર્ડની પરીક્ષાઓને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. CBSE 12માની બોર્ડ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે, જ્યારબાદ અન્ય અનેક બોર્ડે પણ આ તરફ ડગ માંડ્યા છે. કોરોનાકાળમાં બાળકો અને પેરેંટ્સની સામે પરીક્ષાઓને લઈને ચિંતા કાયમ છે. પણ હવે પરીક્ષા કેન્સલ થવાથી આ ચિંતા દૂર થઈ ગઈ છે. 
 
બોર્ડ પરીક્ષાઓ સાથે જોડાયેલા અનેક એવા સવાલ છે જેના જવાબ મળવા બાકી છે. કોણ કેવી રીતે પાસ થશે અને આગળનુ એડમિશન કેવુ રહેશે, કયો ક્રાઈટેરિયા રહેશે આવા જ બધા પ્રશ્નોના જવાબ જાણો.. 
 
1. શુ આ વર્ષે નહી થાય 12માં ધોરણની પરીક્ષા ? 
 
કોરોનાને કારણે પહેલા 10મા બોર્ડની પરીક્ષાઓ કેન્સલ થઈ હતી. ત્યારે 12માની પરીક્ષાઓ ટાળવામાં આવી હતી. પણ રાજ્ય સરકારો,પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે 12માની પરીક્ષાઓને પણ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મતલબ હવે આ વર્ષે 12મા ક્લાસની પરીક્ષાઓ નહી યોજાય. 
 
2. પેપર નહી થાય તો બાળકો પાસ કેવી રીતે થશે  ? 
 
હવે જ્યારે બાળકોની પરીક્ષા નહી થાય, તો આ સવાલ ઉભો થાય છે કે વિદ્યાર્થીઓ પાસે કેવી રીતે થશે. હાલ CBSEએ 12મા ધોરણમાટે કોઈ ફાઈનલ ક્રાઈટેરિયા નક્કી કર્યો નથી. સરકારે આનો નિર્ણય બોર્ડ પર જ છોડ્યો છે, પણ 11મા અને 12મા ધોરણ દરમિયાન થયેલા ઈંટરનલ અસેસમેંટના આધાર પર બાળકોને નંબર આપી શકાશે. 
 
3. પરિણામ માટે કયો ફોર્મૂલા અપનાવી શકાય છે  ?
 
CBSE એ જે રીતે દસમાં ધોરણ માટે પરીક્ષા વગર પાસ કરવાનો ફોર્મૂલા અપનાવ્યો તો, તેનો જ ઉપયોગ અહી થઈ શકે છે. તેમા 20 નંબર ઈંટરનલ અસેસ્મેંટના, 80 નંબર આખી ક્લાસ દરમિયાન થયેલા ટેસ્ટ કે બીજા પેપર્સને મળીને આપી શકાય છે. જો કે હાલ 12માને લઈને CBSEએ કોઈ ફાઈનલ ફોર્મૂલા બનાવ્યો નથી. તેને જલ્દી જ રજ કરવામાં આવશે. 
 
4. બધા માટે પેપેર કેન્સલ, પણ મારે પરીક્ષા આપવી હોય તો ? 
 
કોરોના સંકટને કારણે સરકારે પરીક્ષા રદ્દ કરી છે, પણ જો કોઈ વિદ્યાર્થી પેપર આપવા માંગે છે તો તેને ઓપ્શન આપવામાં આવશે. જ્યારે પરિસ્થિતિ થોડી ઠીક થશે તો તેને માટે એવી વ્યવસ્થા કરવામાં આવશે. કારણ કે અનેક વિદ્યાર્થી ઓટોમેટિક નંબર પ્રણાલીથી સંતુષ્ટ થતા નથી અને તેઓ પોતે પરીક્ષા આપવા માંગે છે તો આ ઓપ્શન ખુલ્લુ રાખવામાં આવશે. 
 
5. જો હુ રિઝલ્ટથી ખુશ નથી તો ? 
 
ઓટોમેટિકવાળી સિસ્ટમથી જે બાળકોને નંબર આપવામાં આવશે, જો કોઈ વિદ્યાર્થીકે વિદ્યાર્થીની એ નંબરોથી સંતુષ્ટ નથી તો તેની પાસે ફરીથી અપીલ કરવાનુ ઓપ્શન ખુલ્લુ રહેશે.  આવા સમયે તે પોતે લેખિત પરીક્ષા આપી શકશે. આ માટે નિયમ શુ રહેશે, તે CBSE દ્વારા જલ્દી જ બતાવવામાં આવશે. 
 
6. ગ્રેજ્યુએશન માટે હવે કેવી રીતે થશે એડમિશન ? 
 
12માની પરીક્ષા પછી હવે તેનાથી મોટી પરેશાની કોલેજમાં એડમિશનની છે. બાળકોને ચિંતા છે કે તેમને હવે કોલેજમાં એડમિશન ક્યારે મળી શકશે.  શુ તેમનુ વર્ષ બેકાર તો નહી જાય. સરકારે હવે એક્ઝામ કરવાનો નિર્ણય લીધો છે તો પરિણામ આવવામાં જુલાઈ સુધીનો સમય લાગી શકે છે. આવામાં જો ઓગસ્ટ સુધી પરિણામ આવે છે તો એ આધાર પર બાળકોને કોલેજમાં એડમિશન માટે એપ્લાય કરવુ પડશે. 
 
આમ પણ અનેક યુનિવર્સિટીઓમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી એડમિશન ઓપન જ રહે છે.  આવામાં કોલેજમાં એંટ્રીમાં વધુ સમસ્યા નહી આવે. પણ પરિણામ આવવામાં મોડુ થાય છે તો સરકાર પણ આ માટે કોઈ પગલા લઈ શકે છે. 
 
7. એંટ્રેસ પરિક્ષાનુ શુ થશે ? 
 
કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મળવુ એટલુ પણ સહેલુ હોતુ નથી. ચોક્કસ માર્ક્સ ઉપરાંત તમારે એટ્રેસ પરીક્ષાની કસોટીમાંથી પણ પસાર થવુ પડે છે. પણ જો 12માના પરિણમા જ મોડા આવશે તો એંટ્રેસ પરિક્ષામાં પણ મોડુ થઈ શકે છે, પણ જો વિદ્યાર્થી કોએ એખાસ યુનિવર્સિટી કે કોલેજના એંટ્રેસની તૈયારી કરી રહ્યા છે તો તેમણે પોતાના વિષયની તૈયારી જાતે જ અત્યારથી શરૂ કરવી જોઈએ જેથી ડેટ આવતા તેઓ માનસિક રૂપે તૈયાર રહે. 
 
8. વિદેશ ભણવા જનારા વિદ્યાર્થીઓનુ શુ થશે ? 
 
12મા પછી અનેક વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે એપ્લાય કરે છે. ત્યા જુલાઈ-ઓગસ્ટથી સેશનની શરૂઆત થઈ જશે.  આવામાં ધાને પહેલા જ આ માટે તૈયારી કરવી પડશે. વિદેશી શાળામાં એડમિશન માટે ટેસ્ટ પણ હાલ ઓનલાઈન થઈ રહ્યા છે. આવામાં જો તે ક્લિયર થાય છે તો તમારુ 12માનુ ફાઈનલ રિઝલ્ટ આપવાનુ હોય છે. જેમા  થોડુ મોડુ જરૂર થઈ શકે છે.  હજુ પણ અનેક વિદ્યાર્થીઓ એવા છે જેમને વિદેશમાં એડમિશનની તૈયારી કરી લીધી હતી, હવએ જ્યારે પરીક્ષા રદ્દ થઈ છે તો તેમને રાહત મળી છે. 
 
9. CBSE ઉપરાંત કયા બોર્ડની પરીક્ષા રદ્દ થઈ છે  ?
 
ભારત સરકારે મંગળવાર CBSEની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવાનુ એલાન કર્યુ. ત્યારબાદ ICSE એ પણ પોતાની પરીક્ષાઓ કેન્સલ કરી દીધી. હવે આશા છે કે અનેક રાજ્ય પોતાને ત્યાની બોર્ડ પરીક્ષાઓ કેન્સલ કરી શકે છે અને અસેસ્મેંટના આધાર પર જ બાળકોને પાસ કરવામાં આવશે. 
 
10. એક્ઝામ કેંસલ થતા શુ છે બાળકોનુ અને પેરેંટ્સનુ રિએક્શન  ? 
 
કોરોનાની ગતિ ભલે ધીમી પડી હોય પણ સંકટ હજુ ટળ્યુ નથી. આ કારણે બાળકો અને પેરેંટ્સ ખૂબ ટેંશનમાં હતા. પણ હવે જ્યારે પરીક્ષા કેંસલ થઈ છે તો આ ટેશન દૂર થયુ છે. બાળકોએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશીને જાહેર કરી છે તો પેરેંટ્સએ પણ આ નિર્ણયનુ સ્વાગત કર્યુ છે જો કે હજુ પરિણામ અને કોલેજમાં એડમિશનને લઈને ટેંશન દરેકને છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments