Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુલેટ ટ્રેન જાપાન તરફથી ભારતને ગિફ્ટ છે - મોદી, ઓબેએ બુલેટ ટ્રેનનું ભૂમિપૂજન કર્યું

Webdunia
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (11:51 IST)
મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું સપનું જોયું હતું. આજે વડાપ્રધાન તરીકે જાપાનના સહકારથી સપનું સાકાર કરવાની શરૂઆત કરી છે. મોદી અને આબે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પાસે એથલેટીક્સ ગ્રાઉન્ડ ખાતે બૂલેટ ટ્રેન એટલે કે હાઈ સ્પીડ ટ્રેનનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન કર્યું હતું. સાથે ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવા યુગનો પ્રારંભ થયો હતો. પરિણામે દેશમાં અન્યત્ર બુલેટ ટ્રેન શરૂ થવાનો માર્ગ પણ મોકળો બન્યો છે. ખાતમુહૂર્ત બાદ બંને વડાપ્રધાનોએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન ભારતના વિકાસની નવી દિશા બનશે અને સુદ્રઢ પાયો નખાયો હોવાનું જણાવ્યું હતું. 

તેમણે કહ્યું હતું કે મારે તમને બધાને પણ અભિનંદન આપવા છે. વિશ્વના એક નેતાને જાપાનના પ્રધાનમંત્રી અને પરમ મિત્રને, મારા અંગત મિત્રને સ્વાગત બદલ બાધનું આભાર માનું છું.સારો મિત્ર સંબંધ અને સમયની સીમાઓથી પર હોય છે. જાપાન ભારતનો એવો જ મજબૂત મિત્ર છે.કોઇપણ દેશના વિકાસ માટે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખૂબ જ મહત્વની છે. બીજા વિશ્વયુદ્ધ પછી બુલેટ ટ્રેનને જાપાનના અર્થજગતને બદલી નાંખ્યું છે. ત્યારે ગુજરાતીઓ-અમદાવાદીઓ વસ્તુ ખરીદવા જઈએ તો તોલમોલ કરીને ખરીદે છે. 

ભારતએ એવો મિત્ર મળ્યો જેણે બુલેટ ટ્રેન માટે 0.1% વ્યાજે લોન આપી. બુલેટ ટ્રેન જાપાન તરફથી ભારતને ગિફ્ટ છે. બુલેટ ટ્રેન આપણા અમદાવાદથી આમચી મુંબઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો આબે દ્વારા આજે અમદાવાદ-મુંબી બુલેટ ટ્રેનના ઉદ્ઘાટનને પગલે આબેએ લોકોને સંબોધ્યા હતા. આ દરમયાન તેમની વાત સાંભળી સ્ટેજ પર બેસેલા નરેન્દ્ર મોદી પણ ખુશ થઈ ગયા હતા અને તાળીઓ પાડી તેમને વધાવ્યા હતા.


શિન્જો આબે એ આજે અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન પાસે એથલેટીક્સ ગ્રાઉન્ટ ખાતે બુલેટ ટ્રેન એટલે કે હાઈસ્પીડ ટ્રેનનું ખાતમૂહુર્ત કર્યું હતું. આ દરમ્યાન લોકોને સંબોધતા શિન્જો આબેએ ગુજરાતીઓને નમસ્કાર કરી પ્રવચનની શરૂ આત કરી હતી. શિન્જો આબેએ કહ્યું કે, હું હવે જ્યારે અમદાવાદ આવું ત્યારે નરેન્દ્ર મોદી સાથે બુલેટ ટ્રેનમાં બેસી આવું અને તેમની સાથે વાતો કરતાં આવું. તે સાંભળી નરેન્દ્ર મોદી પણ ખુશ થઈ ગયા હતા અને લોકો સાથે નરેન્દ્ર મોદીએ પણ તેમને તાળીઓથી વધાવ્યા હતા.

આબેએ વધુમાં કહ્યું હતું કે, ભારત સાથેના સંબંધની નવી શરૂઆત થઈ રહી છે, બે વર્ષ પહેલા બુલેટ ટ્રેનનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે હવે સાકાર થઈ રહ્યો છે. જાપાનના 100થી વધુ એન્જિનિયર ભારત આવી ચૂક્યાં છે. ભારતના એન્જિનિયર્સને મળીને કામગીરી કરી રહ્યાં છીએ. બુલેટ ટ્રેન દુનિયાની સૌથી સુરક્ષિત ટ્રેન વ્યવસ્થા છે. તેમના વ્યાખ્યાન બાદ નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે, ગુજરાતમાં હું જ્યારે આવ્યો અને ભારતના પરમ્ મિત્ર અને મારા અંગત મિત્રનું જે રીતે ગુજરાતીઓએ સ્વાગત કર્યું. જે દ્રશ્યો સર્જ્યા તે માટે હું ગુજરાતીઓનો આભાર વ્યક્ત કરું છું. આ સાથે જ હાઈસ્પીડ ટ્રેનના કારણે કયા કયા ફાયદા થશે તે અંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments