Webdunia - Bharat's app for daily news and videos

Install App

Train Accident in North Bengal: પાટા પરથી ઉતર્યા ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા, 4 લોકોના મોત, 50થી વધુ લોકો ઘાયલ

Webdunia
ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (23:03 IST)
પશ્ચિમ બંગાળના મૈનાગુડી ગુરૂવારે સાંજે ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ ટ્રેન  (Bengal Train Accident)નો અકસ્માત થઈ ગયો. પટનાથી ગુવાહાટી જનારી બીકાનેર એક્સપ્રેસ (Guwahati- Bikaner Express) મૈનાગુડી અને દોમોહાની રેલવે સ્ટેશન વચ્ચે પાટા પરથી ઉતરી ગઈ. જેના કારણે મોટી દુર્ઘટના થઈ. 
<

#BikanerGuwahatiExpress

3 passengers died, over 40 injured in Bengal train accident.#BikanerGuwahatiExpress #trainaccident @RailMinIndia @MamataOfficial pic.twitter.com/rROLQ1AafL

— Abushahma Khan (@abushahma007) January 13, 2022 >
NDRFની ટીમને ઘટનાસ્થળ પર રાહત અને બચાવ માટે મોકલવામાં આવી હતી. NDRFના DG અતુલ કરવલે જણાવ્યુ કે બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમણે આ દુર્ઘટનામાં થયેલા જાન-માલના નુકશાન વિશે બતાવતા કહ્યુ કે આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થઈ ગયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કરવલે જણાવ્યુ કે NDRFની બે ટીમ ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય માટે ગઈ હતી. 
 
ઘટનાની માહિતી મળતા જ  રાહત અને બચાવ કાર્યમાં મદદ માટે ઘટનાસ્થળની નજીક આવેલ BSF કેમ્પના 200થી વધુ જવાનો પણ પહોંચી ગયા હતા. રેલવેએ મુસાફરોના પરિવારની મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. રેલવેના હેલ્પલાઈન નંબરો છે - 03612731622, 03612731623.  ઉત્તર પશ્ચિમ રેલ્વે તરફથી આ હેલ્પલાઈન નંબર  - જાહેર કરવામાં આવ્યો છે. બિકાનેર 0151-2208222, જયપુર 0141-2725942, 9001199959 

ટ્રેનના કોચ થયા કચ્ચરઘાણ 
 
ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસની ટ્રેન નંબર 15633 છે અને તે સવારે 5 વાગે અકસ્માતનો ભોગ બની હતી. મૈનાગુરી અને દોમોહના સ્ટેશનો વચ્ચે ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે આ અકસ્માત થયો હતો. ટ્રેન બિકાનેરથી ગુવાહાટી જઈ રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે એક્સપ્રેસ ટ્રેન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી હતી ટ્રેનના 12 કોચને નુકસાન થયું છે. આમાંથી ચાર કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે જણાવ્યું કે, અચાનક ટ્રેનમાં જોરદાર ધક્કો લાગ્યો અને કોચ પલટી ગયા. તેણે કહ્યું કે કોચ ખરાબ રીતે ક્રેશ થયા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

હિજાબ પછી દાઢી પર હંગામો! કોલેજના નિયમોને લઈને કેમ થયો વિવાદ? મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી

આગળનો લેખ
Show comments