Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પંજાબમાં ને 300 યૂનિટ સુધી મફત વીજળી આપવાનુ એલાન

પંજાબમાં ને 300 યૂનિટ સુધી મફત વીજળી આપવાનુ એલાન
, શનિવાર, 16 એપ્રિલ 2022 (11:05 IST)
પંજાબમાં ભગવંત માનની સરકારને સત્તામાં આવ્યાને એક મહિનો વીતી ગયો છે. આ અવસર પર રાજ્ય સરકારે સામાન્ય જનતાને રાહત આપતા મોટી જાહેરાત કરી છે. માન સરકાર દ્વારા 1 જુલાઈથી રાજ્યના દરેક ઘરને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. 
 
આપે ચૂંટણી પહેલા રાજ્યમાં 300 યૂનિટ ઘરેલુ વીજળી ફ્રી આપવાનો વાયદો કર્યો હતો, હવે તેને મુખ્યમંત્રી ભગવંત માને પુરો કર્યો છે. રાજ્ય સરકારે પોતાના 30 દિવસનો કાર્યકાળ ન્યૂઝપેપરમાં જાહેરાત આપીને જાહેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પંજાબમાં 1લી જુલાઇથી 300 યૂનિટ ફ્રી વીજળી આપવામાં આવશે. જોકે હજુ મફત વીજળીને લઇને ભગવંત માન તરફથી કોઇ ઓફિશિયલ નિવેદન નથી આવ્યુ. પહેલા ભગવંત માને દાવો કર્યો હતો કે તે 16 એપ્રિલે પંજાબની જનતા માટે એક મોટુ એલાન કરશે. 29 જૂન, 2021એ આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે 300 યૂનિટ મફત વીજળીની સાથે જુના ઘરેલુ બીલો પરની ચડેલી રકમને માફ કરી દેવામાં આવશે. રાજ્ય પહેલાથી જ કૃષિ ક્ષેત્રને મફતમાં વીજળી આપે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે હનુમાનજીનો જન્મોત્સવ: સાળંગપુરમાં ભક્તોની ભીડ જામી, 10 થી વધુ ભક્તો દાદાના કરશે દર્શન