Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Amarnath Yatra: બાબા બર્ફાનીના ભક્તો માટે Good News આ તારીખ સુધી યાત્રીઓને સાંભળવા મળશે શુભ સમાચાર

Amarnath Yatra
, મંગળવાર, 7 મે 2024 (15:14 IST)
Amarnath Yatra:  બાબા બર્ફાનીના દર્શનના દિવસ ખૂબ જલ્દી પાસે આવી રહ્યા છે. 29 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઈ જશે. દેશ વિદેશથી ઘણા યાત્રી બાબા બર્ફાનીના દર્શન માટે પહોંચે છે. તેથી શ્રદ્ધાળુઓના સ્વાગત માટે ભગવતી નગર સ્થિત આધાર શિવિર યાત્રી નિવાસનું સમારકામ શરૂ થવાનું છે. મળતી માહિતી મુજબ, પ્રવાસન વિભાગે આ કામ બાંધકામ વિભાગને સોંપી દીધું છે. આ અઠવાડિયે યાત્રી નિવાસમાં પેઇન્ટિંગનું કામ શરૂ થશે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે સારી તૈયારીની અપેક્ષા છે. પ્રવાસન વિભાગ જમ્મુએ યાત્રી નિવાસના સમારકામ માટે નક્કર વ્યવસ્થા કરી છે જેથી શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
 
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર યાત્રી નિવાસ 10 જૂન સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે અને તેને સુરક્ષા દળોને સોંપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ યાત્રી નિવાસ બે માળનું છે અને તેમાં ઓછામાં ઓછા 5 મોટા હોલ છે. આ ઉપરાંત અહીં વધારાની જગ્યા પણ છે જ્યાં 200 શ્રદ્ધાળુઓ રાત્રિ રોકાણ કરી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વોટિંગ માટે લાઈનમાં લાગેલ વૃદ્ધની તબીયત બગડવાથી થઈ મોત