અમરનાથ ગયેલા ગુજરાતીનું ઠંડીના કારણે મોત- પરંતુ, વાતાવરણ સારું ના હોવાથી યાત્રિકોને પંચતરણી ખાતે રોકી દેવામાં આવ્યા હતા. પંચતરણીમાં ભારે વરસાદ અને માઇનસ ડિગ્રી ઠંડી હોવાથી અનેક યાત્રીકોથી ઠંડી સહન ન થતાં બીમાર પડવાનું શરૂ થયું હતું. જેમાં વેમાલી ગામના રાજેન્દ્રભાઇ ભાટીયાની તબિયત બગડતા તેમનું મોત નીપજ્યું
વડોદરાના યાત્રાળુઓ અમરનાથ દર્શનાર્થે જતાં સમયે ફસાયા હતા. જેમાં અમરનાથ ગયેલા વેમાલીમાં રહેતા 58 વર્ષના વૃદ્ધ રાજેન્દ્રભાઈ ભાટિયાનું મોત થયું છે. રાજેન્દ્રભાઈ ભાટિયાના મૃતદેહને પ્લેન મારફતે વડોદરા લાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
30 યાત્રાળુઓમાંથી 10 સુરતના અને 20 વડોદરાના છે
હાલ અમરનાથમાં ખરાબ વાતાવરણમાં વડોદરાના 20 અને સુરતના 10 યાત્રાળુઓ યાત્રામાં અધવચ્ચે ફસાયા છે.આ દરમિયાન મધ્ય યાત્રાએ ગુજરાતના ફસાયેલા 30 યાત્રાળુઓએ વીડિયો બનાવી આપવીતી જણાવી રહ્યા છે. 30 યાત્રાળુઓમાંથી 10 સુરતના અને 20 વડોદરાના છે. જેમાંથી સુરતના યાત્રાળુએ વીડિયો બનાવી ત્યાંની પરિસ્થિતિની આપવીતી જણાવતા કહ્યું હતું કે, યાત્રામાં ખરાબ વાતાવરણને કારણે સતત બરફ અને વરસાદ પડી રહ્યો છે.
સ્થાનિક તંત્ર અને ગુજરાત સરકારને આજીજી
યાત્રાળુઓએ વીડિયોમાં કહ્યું હતું કે, અમને રાખવામાં આવેલા તમામ ટેન્ટ પણ પલળી ગયા છે. અમે જે ટેન્ટમાં રહીએ છીએ, તેમાં ગાદલાં પણ પલળી ગયા છે અને ખૂબ જ ભયંકર ઠંડી લાગી રહી છે. અમે સતત છેલ્લા ત્રણ દિવસથી આવી પરિસ્થિતિમાં દિવસ પસાર કરી રહ્યા છે.યાત્રાળુએ જણાવી રહ્યા છે કે ખૂબ જ ઠંડીને કારણે અને ગરમ વસ્તુઓ પલડવાથી યાત્રામાં આવેલી મહિલાઓ પણ બીમાર પડવા લાગી છે. યાત્રાળુએ બનાવેલા વીડિયોમાં મહિલા જલ્દીથી તેમને હેલિકોપ્ટર મારફતે બહાર કાઢવા સ્થાનિક તંત્ર અને ગુજરાત સરકારને આજીજી કરી રહી છે .