વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને શ્રીનગર નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલી દેશની સૌથી મોટી સડક સુરંગનું લોકાર્પણ કર્યું. આ સાથે જ સુરંગમાંથી વાહનોની અવરજવર પણ શરૂ થઈ જશે. જમ્મુ-શ્રીનગર હાઈવે પર ચેનાની અને નાશરી વચ્ચે બનાવવામાં આવેલી આ 9 કિલોમીટર લાંબી સડક સુરંગ બનાવવામાં 3720 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. સરહદ પર બગડેલા હાલત અને ચેતવણીઓ વચ્ચે વડાપ્રધાનના પ્રવાસ માટે મલ્ટી લેયર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરંગથી દરવર્ષે લગભગ 99 કરોડ રૂપિયાના ફ્યુલની બચત થશે. આ સાથે જ રોજ લગભગ 27 લાખનું ફ્યુલ બચવાની સંભાવના છે. આ સુરંગ માર્ગથી જમ્મુ-શ્રીનગરની વચ્ચેનુ અંતર લગભગ 30 કિલોમીટર ઓછુ થઈ જશે.