Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

હોમવર્ક ન કર્યુ તો માતાએ 5 વર્ષના માસુમને આપી તાલિબાની સજા, આકરા તાપમાં માસુમના હાથ પગ બાંધીને અગાશી પર સુવડાવી દીધી

mother punish child
નવી દિલ્હી. , ગુરુવાર, 9 જૂન 2022 (12:20 IST)
ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સીંચે સો ઘડા ઋતુ આયે ફલ હોય. તેનો અર્થ છે મનમાં ધીરજ રાખવાથી બધુ પોસિબલ છે.  જો કોઈ માળી કોઈ ઝાડને સો ઘડા પાણીથી સીંચવા માંડે તો પણ ફળ તો ઋતુ આવશે ત્યારે જ પાકશે... કહેવાવાળા તો કહીને જતા રહ્યા પણ આજકાલ તેને માનનારુ કોણ છે. પ્રતિસ્પર્ધાવાળા સમયમાં બાળકો માટે વાલીઓ પણ કસાઈ બની રહ્યા છે. જરા વિચારો આટલી ભયંકર ગરમીમા જ્યા પશુ પક્ષી પણ મરી રહ્યા છે. એસી, કુલર, પંખા બધુ જ ફેલ થઈ રહ્યુ છે. તમે તમારી પાંચ વર્ષની બાળકીને હાથ પગ બાંધીને અગાશી પર છોડી દીધી. બાળકો મસ્તી કરે તો માતા પિતા મારે છે વઢે છે પણ એવુ નથી કરતા કે તેનો જીવ જ લઈ લે. 
 
પાંચ વર્ષની બાળકી જો હોમવર્ક નહી કરે તો ક્યા આઈએએસનો ઈંટરવ્યુ મિસ થઈ જવાનો છે. પરંતુ કોઈને પણ ધીરજ નથી. ધીરજ નથી કે તેને મોટી થઈને સમજદાર થઈ જવા દો પરંતુ આજકાલ તો ફેશન થઈ ગઈ છે કે બાળકનો જન્મ થયો નહી કે તેને માટે સ્કુલ શોધવી શરૂ. 

બાળકીના હાથ-પગ બાંધીને અગાશી પર સુવડાવી દીધી 
રાજધાની દિલ્હીમાં પેરેંટ્સની ક્રુરતાનો એક મામલો સામે આવ્યો છે. જેને પણ આ ઘટના વિશે સાંભળ્યુ તે બસ એ જ કહી રહ્યો છે કે કેવા છે આ માસુમના માતા-પિતા.  પાંચ વર્ષની માસુમ બાળકીને શાળાના સમયે હોમવર્ક ન કર્યુ તો બાળકીની માતાએ તાલિબાની સજા આપી દીધી. પોલીસે આ મામલાને ગંભીરતથી લેતા તરત જ કાર્યવાહી કરી.  બાળકીની એક તસ્વીર પણ વાયરલ થઈ રહી છે. જે પણ આ તસ્વીરને જોઈ રહ્યુ છે તે દંગ થઈ રહ્યુ છે. આ તસ્વીરમાં માસુમના હાથપગ બંધાયેલા છે અને તે અગાશી પર સૂતેલી છે. 
 
2 જૂનની છે આ ઘટના 
આ ઘટના બે જૂનની ખજૂરી ખાસ વિસ્તારની છે. એવુ કહેવાય રહ્યુ છે કે પાંચ વર્ષની બાળકી હોમવર્ક પુરુ નહોતી કરી રહી. જ્યારબાદ કથિત રૂપે તેની માતાએ તેના હાથ પગ બાંધીને તેને અગાશી પર સૂવડાવી દીધી. નોર્થ ઈસ્ટ દિલ્હી ડીસીપીના મામલામાં સંપૂર્ણ સંજ્ઞાન છે અને તેઓ તેની તપાસ કરી રહ્યા છે. હાલ પોલીસે જણાવ્યું કે આ મામલે પરિવારજનોની પૂછપરછ કરવામાં આપોતા વી રહી છે. આ કેસમાં જેજે એક્ટ (જુવેનાઇલ જસ્ટિસ એક્ટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
 
જેજે એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ 
મળતી માહિતી મુજબ માતા ઘરે કામ કરી રહી હતી. બાળકી ત્યા રમી રહી હતી. માતાએ બાળકીને હોમવર્ક પુરુ કરવાનુ કહ્યુ. પણ બાળકીએ ન સાંભળ્યુ અને તે ત્યા જ રમતી રહી. જેવુ કે મોટાભાગના બાળકો કરે છે તે પણ ઘરમાં મસ્તી કરી રહી હશે.  બસ આ વાત પર મા ને એટલો ગુસ્સો આવી ગયો કે  તેણે માસુમના  હાથ-પગ બાંધીને ધાબા પર સુવડાવી દીધી. આટલા આકરા તાપ અને ગરમીમાં બીમાર પડતી છોકરીની આ તસવીર જે પણ જોઈ રહ્યું છે તે ચોંકી જશે. કોઈ પોતાના બાળક સાથે આવું કેવી રીતે કરી શકે, તે પણ પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે. હાલ પોલીસે જેજે એક્ટ જેવી કાર્યવાહી શરૂ કરી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ક્ષમા બિંદુએ ચૂપચાપ કરી લીધા લગ્ન, બે અઠવાડિયા માટે હનીમૂન પર ગોવા જશે.