Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

એચઆઈવીના કારણે 47 વિદ્યાર્થીઓના મોત, 828 પોઝિટિવ મળ્યા, આ રાજ્યના આટલા વિદ્યાર્થીઓ એઈડ્સનો શિકાર કેવી રીતે બન્યા?

એચઆઈવીના કારણે 47 વિદ્યાર્થીઓના મોત, 828 પોઝિટિવ મળ્યા, આ રાજ્યના આટલા વિદ્યાર્થીઓ એઈડ્સનો શિકાર કેવી રીતે બન્યા?
, મંગળવાર, 9 જુલાઈ 2024 (18:37 IST)
HIV એક ખતરનાક અને ચેપી રોગ છે. હાલમાં આ બિમારીએ ત્રિપુરાના વિદ્યાર્થીઓને ઘેરી લીધા છે. આ રાજ્યમાં અત્યાર સુધીમાં 828 વિદ્યાર્થીઓ એચઆઈવી પોઝીટીવ મળી આવ્યા છે અને તેમાંથી 47 વિદ્યાર્થીઓના મોત પણ થયા છે.
 
ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (TSACS) એ તાજેતરમાં આ આંકડા જાહેર કર્યા છે. આ માહિતી અનુસાર રાજ્યમાં 828 વિદ્યાર્થીઓ એચઆઈવી પોઝીટીવ હોવાની પુષ્ટિ થઈ છે. જેમાંથી અત્યાર સુધીમાં 47 વિદ્યાર્થીઓના મોત થયા છે અને 572 વિદ્યાર્થીઓ હજુ પણ આ ગંભીર બીમારીથી પીડિત છે. ત્રિપુરા જર્નાલિસ્ટ યુનિયન, વેબ મીડિયા ફોરમ અને ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (TSACS) દ્વારા સંયુક્ત રીતે આયોજિત વર્કશોપને સંબોધિત કરતી વખતે TSACS સંયુક્ત નિયામક સુભ્રજીત ભટ્ટાચાર્ય દ્વારા આ આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
 
રાજ્યમા કુળ આટલા લોકો HIV થી સંક્રમિત 
HIV ના આ આંકડાને લઈને TSACS એ જણાવ્યુ કે આ આંકડા રજૂ કર્યા છે. આ આંકડા મુજબ ખબર પડે છે કે રાજ્યમાં દરરોજ 5-7 નવા મામલા HIV ના આવી રહ્યા છે. આ આંકડામાં સૌથી ગંભીર વાત આ છે કે કે HIV થી પીડિત ત્રિપુરાના ઘણા વિદ્યાર્થીઓ દેશના વિવિધ રાજ્યોની યુનિવર્સિટીઓ કે મોટી કોલેજોમાં એડમિશન લઈને અભ્યાસ કરી રહ્યા છે. TSACS એ રાજ્યની 220 શાળાઓ, 24 કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની ઓળખ કરી છે જેઓ ડ્રગ્સનું ઇન્જેક્શન આપે છે.
 
મહિલાઓ અને માત્ર એક દર્દી ટ્રાંસજેંડર છે 
વધારેપણ્ય અમીર પરિવારના બાળક HIV થી પીડિત 
એચઆઈવી થી સંક્રમિત મામલોમાં વૃદ્ધિ માટે નશીલી દવાઓના દુરૂપયોગને જવાબદાર ઠરાવતા ત્રિપુરા રાજ્ય એડસ નિયંત્રણ સોસાયતી (TSACS) એ જણાવ્યુ કે વધારે પણુ મામલો શ્રીમંત પરિવારના બાળકો એચઆઈવીથી સંક્રમિત જોવા મળ્યા છે. આ આંકડાઓમાં એવા પરિવારો પણ છે જ્યાં માતા-પિતા બંને સરકારી નોકરીમાં છે અને બાળકોની માંગણીઓ પૂરી કરવામાં કોઈ કસર છોડતા નથી. આવા લોકોને ખ્યાલ આવે કે તેમના બાળકો ડ્રગ્સના બંધાણી બની ગયા છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.
 
Edited By- Monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં વાંદરાએ પીછો કરીને બાળકને બચકું ભર્યું, ભારે જહેમત બાદ પાંજરે પુરાયો