નરેન્દ્ર મોદીનો વડનગરમાં ઓબીસી પરિવારમાં થયો છે. તેઓ કુલ છ ભાઈ બહેનો છે. નરેન્દ્ર મોદીના પિતા વડનગરમાં ચાની કિટલી ચલાવતા હતા. નિમ્ન વર્ગના પરિવારના હોવા છતાં નરેન્દ્ર મોદી અને તેમના ભાઈ-બહેનોને સારૂ શિક્ષણ મળ્યુ છે. નરેન્દ્ર મોદીના માતા હિરાબા હાલ નરેન્દ્ર મોદીના નાનાભાઈ સાથે ગાંધીનગરમાં રહે છે
નરેન્દ્ર મોદીના સૌથી મોટાભાઈ સોમાભાઈ દામોદરદાસ મોદી ગુજરાતના આરોગ્ય વિભાગમાં કર્મચારી હતા. હાલમાં તે નિવૃત થઈ ગયા છે અને લોકોની સેવામાં સમય વ્યતિત કરે છે. સોમાભાઈએ પોતાના વતન વડનગરમાં વૃદ્ધાશ્રમ શરૂ કર્યો છે. જ્યાં વડીલોની સેવા કરવામાં આવે છે.
( તસવીરમાં નરેન્દ્ર મોદી પોતાના મોટાભાઈ સોમાભાઈ સાથે સ્કુલના ઉદઘાટન પ્રસંગે)
અમૃતભાઈ દામોદરદાસ મોદી તેમના બીજા ભાઈ છે. તે લેથ મશીન ઓપરેટર તરીકે અમદાવાદમાં કામ કરે છે.
( તસવીરમાં નરેન્દ્ર મોદીના બાળપણના મિત્ર શામળદાસ)
પ્રહલાદભાઈ દામોદરદાસ મોદી નરેન્દ્ર મોદીના ભાઈ છે જે અત્યારે અમદાવાદમાં વસે છે. તે રેશન એસોસિએશન ડીલર છે.
( તસવીરમાં નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદભાઈ મોદી)
પંકજભાઈ દામોદરદાસ મોદી તેમના સૌથી નાનાભાઈ છે. તે સરકારી કર્મચારી છે. નરેન્દ્ર મોદીના માતા હિરાબા પંકજભાઈ સાથે ગાંધીનગરમાં રહે છે.
( તસવીરમાં નરેન્દ્ર મોદી અને તેમના ભાઈ-બહેનએ જ્યા શિક્ષણ મેળવ્યુ છે તે સ્કુલ)
નરેન્દ્ર મોદીને એક બહેન પણ છે. તેમનું નામ વાસંતીબહેન છે. વાસંતીબહેનના લગ્ન હસમુખભાઈ મોદી સાથે થયા છે. હસમુખભાઈ એલઆઈસીમાં કર્મચારી છે અને વિસનગરમાં રહે છે.
( તસવીરમાં ભોગીલાલ ચંદુભાઈ લાઈબ્રેરી જ્યાં નરેન્દ્ર મોદી અને તેમના ભાઈ-બહેન બાળપણમાં બુક્સ વાંચવા જતા. બાળપણમાં નરેન્દ્ર મોદીનું સૌથી મનપસંદ સ્થળ હતી આ લાઈબ્રેરી)