Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

namaste trump- નમસ્તે, ટ્રમ્પઃ પબ્લિક ભેગી કરવા GPSથી મોનિટરીંગ થતી 2200 નવી નકોર બસો દોડશે

namaste trump- નમસ્તે, ટ્રમ્પઃ પબ્લિક ભેગી કરવા GPSથી મોનિટરીંગ થતી 2200 નવી નકોર બસો દોડશે
, સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (12:14 IST)
‘નમસ્તે, ટ્રમ્પ ’ કાર્યક્રમમાં મોટેરા સ્ટેડિયમને દર્શકોથી ભરવા માટે એસ ટી નિગમની નવી સીરીઝની 2200 બસો દોડાવવામાં આવશે. દરેક વિભાગમાં અને મધ્યસ્થ કચેરી ખાતે ખાસ કંન્ટ્રોલ રૂમ ઉભા કરાશે. સમગ્ર એસ ટી બસોનું જીપીએસ સિસ્ટમથી મોનીટરીંગ કરવામા આવશે. આ ઉપરાંત એસ ટી બસ સુપ્રત કર્યા બદલની અને વાહન રીલીવ કર્યા બાદ રૂટ સુપરવાઇઝરની સહી લેવાની રહેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તારીખ 24મીને સોમવારે બપોરે 3-4 કલાક માટે અમદાવાદના મહેમાન બનવાના છે. જેમાં એક લાખ દર્શકોની ક્ષમતાવાળા મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં દર્શકોને લાવવા અને લઇ જવા માટે એસ ટી નિગમની નવી સિરીઝની 2200 બસોને કોન્ટ્રાક્ટરના ધોરણે દોડાવવામાં આવનાર છે. ઉપરાંત તેના માટે રાઉન્ડ ધ ક્લોક ચાલતા દરેક વિભાગના કંન્ટ્રોલ રૂમો મધ્યસ્થ કચેરીના કન્ટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેશે. મધ્યસ્થ કંન્ટ્રોલ રૂમમાંથી સૂચનાઓના આધારે વાહન સુપરત કર્યા બદલની અને વાહન રીલીવ કર્યાની રૂટ પરવાઇઝરની સહી લેવાની રહેશે. જે તે જિલ્લા ઓથોરિટીની પાસે ફોર્મ ભરાવી લેવા સૂચના છે. વાહનોને સમયસર સબંધિત વિભાગોને સુપરત કરવાનો આદેશ નિગમના મુખ્ય પરિવહન અધિકારીએ કર્યો છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટેરાનો રોડ બનાવવા 15 દિવસમાં 30 કરોડ ખર્ચાયા