Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ટ્રમ્પની મુલાકાત મુદ્દે ચારે તરફ સુધારો થતાં સોશિયલ મીડિયામાં ઠેકડીઓ ઉડી

ટ્રમ્પની મુલાકાત મુદ્દે ચારે તરફ સુધારો થતાં સોશિયલ મીડિયામાં ઠેકડીઓ ઉડી
, શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (17:55 IST)
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે. તેઓના આગમન પૂર્વે પૂરજોશથી તૈયારીઓ શરૂ કરી દેવાતા હવે અમદાવાદીઓમાં આ કામકાજ જોઇને ખુશી જોવા મળી છે.રોડ રસ્તા સાફ સુતરા અને દરેક રૂટ પર ઝાડ વાવી દેતા એક અનોખી સિકલ અમદાવાદની જોવા મળી રહી છે. તંત્ર આમ તો આ રીતે કામગિરી નથી કરતું પણ પોતાના શહેરનું સારૂ બતાવવા માટે આ તૈયારીઓ કરી દેતા લોકોએ મેસેજોનો મારો શરૂ કર્યો છે.

લોકો હવે એવું કહી રહ્યા છે કે આટલા સારા કામો ટ્રમ્પ આવતા હોવાથી થાય છે જેથી વર્ષમાં એકાદ વાર ટ્રમ્પ આવે તો સારૂ, તંત્ર આ રીતે લોકોના ટેક્સના નાણાનો સારી રીતે ઉપયોગ કરી લોકોને ખુશ રાખી શકે.અમદાવાદ એરપોર્ટથી લઇ ઇન્દિરાબ્રીજ અને ત્યાંથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમ સુધીના તમામ રસ્તાઓ પર રંગરોગાન કરાયું છે. જ્યાં જ્યાં મેટ્રો રેલના પિલર બન્યા છે તેને પણ અલગ ડિઝાઇનથી રંગી દેવાયા છે.
મોટેરા સ્ટેડિયમ સુધીના રોડ પર તો નવા નવા ઝાડ પણ લગાવી દેવાયા છે. આટલું જ નહિ ગરીબી છુપાવવા માટે તંત્રએ ઝુંપડપટ્ટીની બહાર દિવાલ ચણી દીધી છે. જેથી હાલ અમદાવાદની ખુબસુરતી જોવા મળી રહી છે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 13 કિલો મીટરનો રોડ શો યોજાશે. એરપોર્ટથી બાય રોડ તેઓ સૌ પ્રથમ ગાંધી આશ્રમ જશે.
આમ તો શહેરમાં આ રીતની કામગિરી તંત્ર નથી કરતું અને તેને કારણે લોકોને સમસ્યા સહન કરવી પડે છે. પણ હાલ શહેરમાં સારી વ્યવસ્થાઓ અને ખુબસુરતી જોવા મળતા જ લોકોએ વર્ષે એક વાર ટ્રમ્પ આવે અને તંત્ર આવા વિકાસલક્ષી સારા કામ કરે તેવા મેસેજો વાયરલ કર્યા છે.આટલું જ નહિ અચાનક ટ્રમ્પને પિરાણા જવાની ઇચ્છા થાય તો રાતોરાત એએમસી પિરાણાનો કચરાનો ડુંગર હટાવી દે તેવા પણ મેસેજો વાયરલ થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના વાયરસના કહેર વચ્ચે સિગાપુરમાં કંડોમ ખરીદવા માટે પડાપડી, કારણ જાણીને ચોંકી જશો