મહાશિવરાત્રિ પૂજાવિધિ
બધા પ્રકારના પાપોનો નાશ કરવા અને સમસ્ય સુખોની કામના માટે મહાશિવરાત્રિ વ્રત કરવુ શ્રેષ્ઠ છે.
સ્કંદ પુરાણ મુજબ મનુષ્ય જે કામનાથી આ વ્રતને કરે છે તે જરૂર પૂરી થઈ જાય છે. પુરૂષ વ્રત કરે તો તેને ધન દૌલત, યશ અને કીર્ત પ્રાપ્ત થાય છે.
મહિલાઓ સુખ સૌભાગ્ય અને સંતાન પ્રાપ્ત કરે છે. કુંવારી કન્યાઓ સુંદર અને સુયોગ્ય પતિ મેળવવાની કામનાથી આ વ્રત કરે છે.
કેવી રીતે કરશો પૂજા અને વ્રત - શ્રી મહાશિવરાત્રિ વ્રત કરવાથી ભગવાન શિવ જેટલા પ્રસન્ન થાય છે એટલા તો સ્નાન, વસ્ત્ર, ધૂપ, પુષ્પ અને ફળોના અર્પણ કરવાથી પણ નથી થતા. તેથી આ દિવસે ઉપવાસ કરવો અતિ ઉત્તમ કર્મ છે.
વ્રત પહેલા ભગવાન શિવના વ્રત કરવાનો સંકલ્પ કરીને રાત્રે શયન કરવુ જોઈએ અને સવારે સૂર્યોદય પહેલા ઉઠીને પોતાની નિત્ય ક્રિયાઓથી પરવારીને નિયમિત રૂપે ભગવાનનુ પૂજન કરતા ઉપવાસ રાખવા જોઈએ.
આખો દિવસ નિરાહાર રહો. સાંજથીજ ભગવાન શિવની પૂજા માટે પૂર્ણ સામગ્રી તૈયાર કરો. રાત્રે ભગવાન શિવની ચાર પ્રહરની પૂજા ખૂબ ભાવપૂર્વક કરવાનુ વિધાન છે. દરેક પ્રહરની પૂજા પછી આગામી પ્રહરની પૂજામાં મંત્રોનો જાપ બમણો, ત્રણ ગણો અને ચાર ગણો કરો.
ભગવાન શિવને દૂધ, દહીં, મધ, સફેદ ફુલ, સફેદ કમળ પુષ્પો સાથે જ ભાંગ, ધતૂરો અને બિલીપત્ર અતિ પ્રિય છે.
પાપ રહિત થવા માટે કરો આ મંત્રોનો જાપ - ઓમ નમ: શિવાય, ઓમ સદ્દયોજાતાય નમ :, 'ઓમ વામદેવાય નમ:', 'ઓમ અધોરાય નમ:,'
ઓમ ઈશાનાય નમ:, ઓમ તત્પુરૂષાય નમ. અર્ધ્ય આપવા માટે કરો ‘गौरीवल्लभ देवेश, सर्पाय शशिशेखर, वर्षपापविशुद्धयर्थमध्र्यो मे गृह्यताम तत:’ મંત્રનો જાપ.
રાત્રે શિવ ચાલીસાનો પાઠ કરો. આ ઉપરાંત પૂજાની દરેક વસ્તુને ભગવાન શિવને અર્પિત કરતી વખતે તેની સાથે સંબંધિત મંત્રનુ પણ ઉચ્ચારણ કરો. દરેક પ્રહરની પૂજાનો સામાન જુદો હોવો જોઈએ.
પૂજામાં શુ ન ચઢાવવું -
હળદર અને કંકુ ઉત્તપત્તિનુ પ્રતીક છે. તેથી પૂજામાં તેનો પ્રયોગ ન કરવો જોઈએ.
બિલ્વ પત્રના ત્રણેય પાન પુરા હોવા જોઈએ. ખંડિત બિલિપત્ર ક્યારેય ન ચઢાવો.
ચોખા સફેદ રંગના આખા હોવા જોઈએ. તૂટેલા ચોખા પૂજામાં નિષેદ છે.
ફૂલ વાસી અને કરમાયેલા ન હોવા જોઈએ.
તુલસીના પાન
નારિયેળ પાણી
કેતકી ના ફૂલ
કાળા તલ
શંખથી પૂજા ન કરવી