Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hepatitis Day - લિવરના સોજાનો સામનો કરી રહ્યા છો તો કોરોનાનુ સંક્રમણ થતા હાલત નાજુક થઈ શકે છે

Webdunia
મંગળવાર, 28 જુલાઈ 2020 (12:35 IST)
જો તમે હેપેટાઇટિસ એટલે કે લિવરની બીમારીથી પીડાય રહ્યા છો તો કોરોના ચેપ ગંભીર સ્વરૂપ લઈ શકે છે. આ ચેતવણી અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય  એજન્સી સેંટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એંડ પ્રિવેંશન દ્વારા રજુ  કરવામાં આવી છે. સીડીસી અનુસાર, વૃદ્ધ લોકો કે જેઓ પહેલાથી માંદા છે અને હિપેટાઇટિસથી પીડાય રહ્યા છે, તેઓને વિશેષ સાવચેતી રાખવાની  જરૂર છે.
 
આજે વર્લ્ડ હિપેટાઇટિસ ડે છે. આ વર્ષની થીમ છે - હિપેટાઇટિસ ફ્રી ફ્યુચર . આ લીવરની બીમારીને કારણે દર વર્ષે 13 લાખ લોકો મૃત્યુ પામે છે. વરસાદની ઋતુ ચાલી રહી છે અને કોરોના સંક્રમણ પણ ફેલાઇ રહ્યુ  છે. હેપેટાઇટિસ વાયરસનો ચેપ પણ આવી સીઝનમાં સરળતાથી થાય છે, તેથી ખાસ કરીને સાવધ રહેવાની જરૂર છે. જાણો કોરોનાના આ કાળમા તમે ખુદને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો. 
 
શુ છે  હેપેટાઈટિસ - 
 
 હિપેટાઇટિસ ને સરળ ભાષામાં કહીએ તો આ લીવરમાં થતો સોજો છે. જેનુ મુખ્ય કારણ વાયરસનુ સંક્રમણ છે. જે સામાન્ય રીતે દૂષિત ખોરાક ખાવાથી અથવા પાણી પીવાથી, સંક્રમિત વસ્તુઓનો ઉપયોગ કરવાથી ફેલાય છે. આ કારણોસર, હિપેટાઇટિસના 5 વાયરસ એ, બી, સીડી અને ઇ છે. આમાં, ટાઈપ-બી અને સી જીવલેણ સ્વરૂપ લઈને લિવર સિરોસિસ અને કેન્સરને જન્મ આપે છે. જો પ્રારંભિક સારવાર પ્રાપ્ત કરવામાં નહીં આવે, તો સ્થિતિ ગંભીર બને છે અને લીવરને સંપૂર્ણપણે નુકસાન થઈ શકે છે.
 
કેવી રીતે ફેલાય છે : 
હેપેટાઈટિસ-બી કોઈ ખરાબ પાણી કે વિષ્ઠા દ્વારા નથી ફેલાતો, પરંતુ વધારે શારીરિક સંપર્ક, લોહી વડે, શરીરના જુદા જુદા સ્ત્રાવ જેવુ કે વીર્ય, યોનિ સ્ત્રાવ, મૂત્ર, માતાઓ દ્વારા સ્તનપાન વગેરે વડે ફેલાય છે. સાથે સાથે ભુલથી ઈંજેક્શન લગાવવાથી સોય વધારે પડતી ઘુસી જવાથી, એક જ હાઈપોડર્મિક નીડલ વડે વિસંક્રમિત રીતે કેટલાયે લોકોને ઈંજેક્શન લગાવતાં રહેવાથી, ટેટુ બનાવવાથી, નાક-કાન વિંધાવાથી, રેજર બ્લેડનો સામુહિક ઉપયોગ કરવાથી, બીજાના ટુથબ્રશન ઉપયોગ કરવાથી, અસુરક્ષિત રક્તદાન વેગેરે જેવા કારણોને લીધે ફેલાય છે. 
 
કેટલા પ્રકારની હોય છે લિવરની આ બીમારી ? 
 
હીપેટાઇટિસ-એ: આ વાયરસ શરીરમાં દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. આવા કિસ્સાઓમાં, લિવરમાં સોજો આવે છે, ભૂખ ઓછી લાગે છે, તાવ આવે છે, ઉલટી થાય છે અને સાંધાનો દુખાવો થાય છે.
 
હેપેટાઇટિસ-બી: આ વાયરસ ચેપગ્રસ્ત લોહી, સોય અથવા અસુરક્ષિત સેક્સ દ્વારા ફેલાય છે. લીવર પર અસર થવાને કારણે દર્દીને ઉલટી, થાક, પેટનો દુ:ખાવો, પીળી ત્વચા રંગ જેવી સમસ્યાઓ થાય છે. તે યકૃતનો સૌથી લાંબી બિમારી છે જે યકૃત સિરોસિસ અને કેન્સરનું સ્વરૂપ લે છે. જો સગર્ભા સ્ત્રીને ચેપ લાગે છે, તો બાળક પણ તેનાથી પીડિત થઈ શકે છે. આ વર્ષની થીમ તેને રોકવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.
 
હિપેટાઇટિસ-સી: આ વાયરસ હેપેટાઇટિસ-એ અને બી કરતા વધુ જોખમી છે. તે શરીર પર ટૈટૂ લગાડવાથી,  દૂષિત લોહી ચઢાવવાથી, ચેપગ્રસ્ત સોયનો ઉપયોગ કરવાથી  અથવા બીજાની શેવિંગ કીટનો ઉપયોગ કરવાથી ફેલાય છે. તેના લક્ષણો ગંભીર સ્થિતિમાં થોડા સમય પછી જ દેખાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

વધુ જુઓ..

નવીનતમ

અથાણાના મસાલાનો ઉપયોગ આ વાનગીઓમાં કરો, સ્વાદ બમણો થશે

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

આગળનો લેખ