baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચુંદડી ખેંચી... વાળ પકડ્યા અને ચટા-ચટ, શાળામાં અભ્યાસને બદલે બાળકોને શુ મેસેજ મળી રહ્યો છે ? પ્રિંસિપલ અને લાયબ્રેરિયન બાથે ભીડી - VIDEO

Principal and Librarian fight
, સોમવાર, 5 મે 2025 (11:10 IST)
Principal and Librarian fight
Viral Video: વિદ્યાલયને અભ્યાસનુ મંદિર કહેવામાં આવે છે. વિદ્યાલય પ્રાંગણમાં બાળકોને જ્ઞાન સાથે સંસ્કારની પણ સીખ આપવામાં આવે છે પણ મઘ્યપ્રદેશના ખરગૌનથી એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે આ વાતો પર ધબ્બો લગાવતો દેખાય રહ્યો છે  અહી પ્રિસિપલ અને લાયબ્રેરિયન વચ્ચે મલ્લ-યુદ્ધ જોઈને તમે પણ એ જ કહેશો કે બાળકોથી વધુ આમને સંસ્કારની જરૂર છે 
 
આ ઘટના મઘ્યપ્રદેશના ખરગોનમાં એકલવ્ય આદર્શ વિદ્યાલયની છે. જ્યા પ્રિંસિપલ અને  શિક્ષિકા (લાયબ્રેરિયન) વચ્ચે ખૂબ લાતો ચાલી. આ મારપીટનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાય ગયો છે.  
 
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મેનગામ પોલીસ ક્ષેત્ર સ્થિત એકલવ્ય આદર્શ વિદ્યાલયની પ્રિંસિપલ અને  શિક્ષિકા (લાયબ્રેરિયન) એક બીજાને થપ્પડ મારે છે. આ દરમિયાન પ્રિંસિપલે તેના વાળ પકડીને દિવાલ સાથે અથડાવી અને તેનો મોબાઈલ પણ તોડી નાખ્યો. આ મારામારી દરમિયાન ખૂબ ધક્કા મુક્કી થઈ. આ ઘટના શુક્રવારની છે અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.  

 
વીડિયોના વાયરલ થયા બાદ કલેક્ટર ભવ્યા મિત્તલે બંનેને તત્કાલ પ્રભાવથી હટાવવાનો આદેશ જાહેર કરી દીધો છે.  મહિલા  પ્રિંસિપલ પ્રવીણ દહિયા અને શિક્ષિકા (લાયબ્રેરિયન) મધુરાણીએ એકબીજાને લાત અને મુક્કા મારીને શિક્ષણ મંદિરની શિષ્ટાચારનું ઉલ્લંઘન કર્યું છે.
 
 
આ કેસમાં, શાળાના આચાર્ય અને મહિલા લાયબ્રેરિયને અલગ અલગ સમયે મૈનગાંવ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી છે. વાયરલ વીડિયોમાં, બંને એકબીજા સાથે દલીલ કરતા અને મોબાઇલ ફોન પર એકબીજાની વિડિઓ રેકોર્ડ કરતા જોવા મળે છે.
 
આ વીડિયોમાં પ્રિન્સિપાલ દ્વારા મહિલા લાઇબ્રેરિયનને થપ્પડ મારવાની અને તેનો મોબાઇલ ફોન તોડી નાખવાની ઘટના પણ કેદ કરવામાં આવી છે. સાથે જ લાઇબ્રેરિયને પ્રિન્સિપાલ  પર વિદ્યાર્થીઓને જૂના પુસ્તકોનું વિતરણ કરવાનો આરોપ લગાવ્યો છે. સહાયક કમિશનર પ્રશાંત આર્ય કહે છે કે બંનેએ એકબીજા પર વધુ કામ લેવાનો આરોપ લગાવ્યો છે. જોકે, જ્યારથી આ વીડિયો વાયરલ થયો છે, ત્યારથી તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘોરણ 12 નું પરિણામ જાહેર - સાયન્સનુ 83.51 ટકા અને કોમર્સનુ 93.07 ટકા પરિણામ જાહેર, પરિણામ જાહેર થતા જ વેબસાઈટ ક્રેશ