Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Big Breaking- ભારતે પાકિસ્તાની વિમાનો માટે બંઘ કર્યો એયરસ્પેસ, 23 મે સુધી 'NOTAM' જાહેર

plane
, બુધવાર, 30 એપ્રિલ 2025 (23:15 IST)
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાન માટે એરસ્પેસ બંધ કરી દીધું છે. એરમેનને નોટિસ એટલે કે NOTAM જારી કરવામાં આવી છે. 30 એપ્રિલથી 23 મે સુધી NOTAM જારી કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, પાકિસ્તાનમાં નોંધાયેલ કોઈપણ વિમાન કે લશ્કરી વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકશે નહીં.
 
અમે ભારત સાથે યુદ્ધ નહિ ડીલ કરવા માંગીએ છીએ 
બીજી બાજુ  પાકિસ્તાનથી પણ એક મોટા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનના ઉપ પ્રધાનમંત્રીએ  ફરી કહ્યું છે કે 36 કલાકમાં યુદ્ધ કન્ફર્મ છે. આનાથી પણ વધુ મહત્વનું એ છે કે પાકિસ્તાનના ઉપ પ્રધાનમંત્રી ઇશાક ડારે કહ્યું છે કે તેમને આ સમાચાર ખૂબ જ વિશ્વસનીય સ્ત્રોત પાસેથી મળ્યા છે અને આ સ્ત્રોત ખોટો નહીં હોય. ભારત 36 કલાકમાં આપણા પર હુમલો કરી શકે છે. પાકિસ્તાનના ડેપ્યુટી પીએમએ એમ પણ કહ્યું કે અમે ભારત સાથે યુદ્ધ નથી ઇચ્છતા, અમે ભારત સાથે વ્યવહાર કરવા માંગીએ છીએ.
 
પાકિસ્તાનનાં રક્ષામંત્રી ખ્વાજા આસિફે આપ્યું મોટું નિવેદન 
 જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલનાં રોજ થયેલ આતંકી હુમલા પછી ભારત શું કરવાનું છે તેની કલ્પના માત્રથી જ પાકિસ્તાનને પરસેવો વળી રહ્યો છે. પાકિસ્તાનનાં રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ બુધવારે કહ્યું કે બંને પડોશી દેશો વચ્ચે તનાંવ ઓછો કરવા માટે વિભિન્ન દેશો તરફથી કરવામાં આવેલા પ્રયાસો છતાં સમય પસાર થવાની સાથે સંઘર્ષની આશંકાઓ વધતી જી રહી છે. 
 
પાકિસ્તાનના રક્ષામંત્રીના મતે, ભારત હુમલો કરવા જઈ રહ્યું છે. આસિફે સંસદની બહાર મીડિયા સાથે વાત કરતી વખતે આ ટિપ્પણી કરી, જ્યાં તેમને દેશની સુરક્ષા પરિસ્થિતિ વિશે પૂછવામાં આવ્યું. તેમણે કહ્યું, “સમય વીતવાની સાથે, સંઘર્ષની શક્યતાઓ વધી રહી છે, ઘટી રહી નથી. જોકે, ઘણા દેશો આ પરિસ્થિતિને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આસિફે પાકિસ્તાન પર કોઈપણ હુમલાના કિસ્સામાં ભારતને યોગ્ય જવાબ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી પરંતુ પાકિસ્તાની કાર્યવાહીની વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુઝવેન્દ્ર ચહલે ચેન્નાઈ સામે હેટ્રિક લઈને મચાવ્યો તરખરાટ, શાનદાર સિદ્ધિ મેળવી