દરેક ઓફિસ પોતાના કર્મચારીઓને તેના જન્મદિવસ (Birthday)ની ખુશી આપવા માટે પાર્ટીનુ આયોજન કરે છે. પણ શુ જો બર્થડે પાર્ટી આયોજીત કરવા પર કોઈ કંપનીને દંડ ભરવો પડે જાય તો. કંઈક આવો જ એક મામલો અમેરિકાના કેંટકી (Kentucky)માં આવ્યો છે. અહી એક વ્યક્તિ તેની ઓફિસમાં બર્થડે પાર્ટીને કારણે પૈનિક અટૈક આવ્યો, જ્યારબાદ કંપનીએ તેને કાઢી મુક્યો હતો. ત્યારબાદ પીડિતે કોર્ટનો દરવાજો ખખડાવ્યો, જ્યા તેને ન્યાય મળ્યો છે. કોર્ટે કંપનીને આએશ આપ્યો છે કે તે વ્ય્તક્તિને તેની નોકરી જવાથી માનસિક રૂપે પરેશાની થવા બદલ 4 લાખ 50 હજાર ડોલર લગભગ 34,369,222 રૂપિયાનુ વળતર આપવામાં આવે.
પીડિત કેવિન બર્લિંગ કોર્ટને કહ્યુ કે ગ્રેવિટી ડાયગ્નોસ્ટિક્સમાં કામ કરવા દરમિયાન તેણે પોતાના સીનિયર્સને જણાવી દીધુ હતુ કે તે એક એંજાયતી (Anxiety)થી ગ્રસિત છે. જેને કારને તે પોતાના જન્મદિવસ પર કોઈ પાર્ટીથી પીડિત છે. જેને કારણે તે પોતાના જન્મદિવસ માટે કોઈપણ પ્રકારણી પાર્ટી નથી ઈચ્છતો. તેમણે એ પણ જણાવ્યુ હતુ કે આ કારણે તેના માતા પિતાના છુટાછેડા સાથે જોડાયેલ ખરાબ યાદો તેને પરેશાન કરે છે. પણ 7 ઓગસ્ટ 2019ના લંચ બ્રેક દરમિયાન ઓફિસના કેટલાક સહકર્મચારીઓએ તેને જન્મદિવસની શુભેચ્છા આપી. આ સાથે જ કેવિનને જન્મદિવસ સાથે સંકળાયેલ એક બૈનર પણ મળ્યુ. જ્યારબાદ તે જન્મદિવસ સાથે જોડાયેલુ એક બેનર પણ મળ્યુ. જ્યારબાદ તે અહીથી નીકળીને સીધા પોતાની કારમાં જતા રહ્યા. કેવિને દાવો કર્યો કે કારમાં તેને પૈનિક અટૈક આવ્યો. બર્લિનના વકીલ ટૉની બૂચરે કહ્યુ કે પાર્ટીની પ્લાનિંગ ઓફિસના અન્ય કર્મચારીઓએ મેનેજરની ગેરહાજરીમાં કરી હતી.
કંપની કેમ છોડી
બીજા દિવસે જ્યારે તે બર્લિન ઓફિસ પહોંચ્યો તો લોકોએ તેને મીટિંગ દરમિયાન તેના વર્તન વિશે પૂછ્યું, ત્યારબાદ તે ખૂબ ગુસ્સા સાથે એમ કહીને ચાલ્યો ગયો કે આ વિશે વાત ન કરવી જોઈએ. ગ્રેવીટી ડાયગ્નોસ્ટિક્સના વકીલ, જોન મેલીએ જણાવ્યું હતું કે કેવિનની મુઠ્ઠીઓ વાળેલી હતી અને આંખો લાલ હતી, જેના કારણે બાકીના સ્ટાફને તેમની સલામતીનો ડર હતો. જેના કારણે કંપનીએ તેને હટાવવા મજબૂરી હતી.
જો કે એ પણ સાચુ છે કે આ ઘટના પહેલા બર્લિને એવો કોઈ વ્યવ્હાર કર્યો નહોતી. નોકરીમાંથી કાઢી મુકવાના વિરોધ કરતા બર્લિને ગ્રેવિટી ડાયગ્નોસ્ટિક્સ પર "વિકલાંગતાના આધારે ભેદભાવ" નો કેસ કર્યો હતો. સુનાવણી પછી, કોર્ટે $450,000 વળતરનો આદેશ આપ્યો. તેમાંથી, $150,000 તેની નોકરી ગુમાવવાને કારણે આવકના નુકશાન બદલ અને $300,000 માનસિક યાતના આપવા બદલ ચુકવવાના છે.